સરકાર તરફથી કોરોનાનાં ટેસ્ટ માટે શરૂ કરેલી ૧૦૪ સેવા પ્રજાજનોને ઉપયોગી નીવડશે
Contact News Publisher
દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ૧૦૪ની સેવા સુરત માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના દર્દીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, કોરોનાના ટેસ્ટીંગ માટેની પ્રક્રિયામાં થોડો વધુ સમય જાય છે ત્યારે રાજ્ય સરકારે કોરોનાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓનો ટેસ્ટ ઘરે બેઠા થઈ શકે એ માટે ૧૦૪ ની મોબાઈલ યુનિટની સેવાનો પ્રારંભ કર્યો છે. ૧૦૪ ડાયલ કરવાથી આ સેવાનો લાભ ઘેર બેઠા પ્રજા મેળવી શકશે, જેનાંથી આ રોગના લક્ષણો ધરાવનારને ખરેખર કોરોનાં છે કે કેમ ? તે ઝડપથી અને ઘરે બેઠા વિનામૂલ્યે જાણી શકાશે, સુરતમાં આ સેવા શરૂ કરી દેવામાં આવી છે.