કોરોના મુક્ત ડાંગ જિલ્લામાં ફરી ત્રણ કેશ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ
વઘઇ તાલુકામાં ત્રણ કેશ આવતા વહીવટી તંત્ર દોડતું થયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : થોડા દિવસ પૂર્વે ગ્રીન ઝોન તરીકે જાહેર કરાયેલ ડાંગ જિલ્લામાં નવા ત્રણ કોરોનાનાં પોઝીટીવ કેસ નોંધાતા ડાંગ વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે વઘઇ માં બે અને કુડકશ માં એક એમ ત્રણ કેશ નોંધાતા તેઓને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે વૈશ્વિક મહામારી એવા કોરોના વાયરસનાં કહેરમાંથી ડાંગ જિલ્લો થોડા દિવસ પૂર્વે જ કોરોના મુક્ત જિલ્લો બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ એક સાથે ત્રણ કેશ ડાંગ જિલ્લામાં આવતા લોકોમાં ચિંતા વધી છે ૦૮/૦૭/૨૦૨૦ ના રોજ ડાંગ જીલ્લાના વઘઇ તાલુકામાં (૧) એક મહિલા ઉ.વ. -૬૦ રહે.વઘઇ ભરવાડ ફળીયુ તા.વઘઇ જી.ડાંગ (ર) એક પુરુષ ઉ.વ. -૫૫ રહે.વઘઇ સીંગલ ફળીયા તા.વઘઇ જી.ડાંગ (૩) મહિલા ઉ.વ. -૫૫ રહે.કુડકસ તા.વઘઇ જી.ડાંગ નાઓ પોઝીટીવ આવેલ છે. કોરો ના સેમ્પલ રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માં દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ ની ટીમ કોરોના અસરગ્રસ્ત બનેલ વઘઇ ની એક મહિલા તથા એક પુરુષ અને કુડકસ ની મહિલા ના ધરે પહોંચી હતી અને કોરોના અસરગ્રસ્ત બનેલી બન્ને બે મહિલા અને એક પુરુષ ની તબિબી તપાસ કરી સારવાર અર્થે આહવા સીવીલ હોસ્પિટલ ખાતે કોવીડ ૧૯ ના આઇસોલેશન વોર્ડ માં ખસેડવામાં માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે જયારે કોરોના અસરગ્રસ્તો ના સંપર્ક માં આવેલ પરિવારજનો સહિત અન્ય લોકો ની આરોગ્ય તપાસ કરી કોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે જયારે સાવચેતી ના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા વઘઇ અને કુકકસ ગામ નજીક ના ૧૦ કીમી ની ત્રિજ્યા માં આવતા વિસ્તાર ને બફર જોન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે