સુરત : જિલ્લામાં આજે વધુ ૪૮જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્રની ઉધ હરામ થઇ

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૮ જુલાઈનાં અત્યાર સુધીમાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૪૮ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્રની ઉંઘ હરામ થઈ ગઇ છે, પોઝીટીવ કેસોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે, આજે ૪૮ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં કામરેજમાં ૨૬, ચોર્યાસીમાં ૧, મહુવા ૧, ઓલપડમાં ૭, માંગરોળમાં ૧૩, કેસો નોંધાયા છે. સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૯૫૧ ઉપર પોહચ્યો છે.