તાપી જિલ્લામાં નોંધાયેલા બાંધકામ શ્રમિક લાભાર્થીઓ જોગ
પ(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; બુધવાર: કોવીડ-૧૯ અન્વયે લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમિકોને રૂ.૧૦૦૦/- આર્થિક સહાયની ચુકવવાની જાહેરાત કરેલ હતી જે અન્વયે નોંધાયેલ તાપી જિલ્લાના બાંધકામ શ્રમિકના ડેટા ઇન વેલીડ/અધૂરા હોવાથી નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in પર “રજીસ્ટર ફોર્મ” ક્લીક કરી નોંધાયેલ બાંધકામ શ્રમિક લાભાર્થી પોતાના રેડ બુક(ઓળખ પત્ર)નંબર આધારે રજીસ્ટેશન ફોર્મ ભરી તેઓના ડેટા તા.૧૭/૦૭/૨૦૨૦ સુધીમાં ઓનલાઈન સબમીટ કરી શકશે તેમ જિલ્લા નિરીક્ષકશ્રી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજરની અખબારી યાદીમાં જણાવાયું છે. …….