તાપીના ચિટફંડ પિડિતોને ન્યાય અપાવવા સાંસદ પ્રભુભાઈ વસાવા સાથે EAEM અધ્યક્ષ રોમેલ સુતરિયા તેમજ આગેવાનોની મુલાકાત
સાંસદ પ્રભુભાઈ વસાવાને EAEM અધ્યક્ષ રોમેલ સુતરિયાએ પત્ર પાઠવી ચિટફંડ પિડિતોને ન્યાય અપાવવા રજુઆત કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના ચિટફંડ પિડિતોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા તેમજ સરકારશ્રીને તેમજ વિવિધ વિભાગોને જરૂરી ભલામણ તથા સુચનો હેતું બારડોલી લોકસભાના સાંસદ વસાવા સાથે એક આવાજ એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયા સુતરિયા તેમજ આગેવાનોએ રુબરુ મુલાકાત કરી આવેદન રજુ કર્યું હતુ.
ગત તારીખ ૨૪ જુન ૨૦૨૦ ના રોજ સંગઠન તાપી જીલ્લાના ૨૦૦૦ થી વધું ચિટફંડ પિડિતોની અરજીઓ જીલ્લા કલેક્ટરશ્રી ને વધું કાર્યવાહી હેતું રજુ કરવામાં આવી હતી. જે તમામ નાગરિકોને ન્યાય મળે તેમ સરકાર કોરપસ ફંડની જાહેરાત કરે તે એક અવાજ એક મોર્ચાની મુખ્ય માંગણી છે. સંગઠને વિવિધ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાં રજુઆતો કરી છે.
તમામ કંપનીઓના પિડિતોના હિતમાં આજ રોજ સાંસદ વસાવાએ રુબરુ સંગઠનના આગેવાનોની રજુઆત સાંભળી હતી. તેમજ રાજ્ય તેમજ કેન્દ્રીય કક્ષાએ તેમના મત વિસ્તારના ચિટફંડ પિડિતોને ન્યાય મળે તે માટે સંગઠનને સંપૂર્ણ સહકાર આપવાની બાહેધરી આપી હતી. બેઠક દરમિયાન રોમેલ સુતરિયાએ સાંસદશ્રીને લેખિતમાં પત્ર પાઠવી તાપી જીલ્લાના અંદાજે ૨૦૦૦ જેટલા પિડિતોની યાદી પણ આપી હતી જેથી તમામ પિડિતોના હકમાં સરકારશ્રી ને સાંસદશ્રી જરુરી ભલામણ કરી શકે.
આવનાર દિવસોમાં સાંસદશ્રી એ એક અવાજ એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયા સમક્ષ ચિટફંડ પિડિતોના હક માટે જરુરી ન્યાયિક કાર્યવાહીની બાહેધરી આપતા તમામ ચિટફંડ પિડિતોને પણ આશા છે કે તમામ ચિટફંડ પિડિતોને ન્યાય મળશે. હવે જોવાનું તે રહે છે કે આવનારા દિવસોમાં ચિટફંડ પિડિતોનીનું અભિયાન મજબુત બનતા અને કાર્યવાહી વેગ પકડતા તાપી જીલ્લામાં ચિટફંડ કૌભાંડમાં સંડોવાયેલા અને કંપનીઓના આકાઓમાં ફફડાટ શરુ થયો છે. જીલ્લા કલેક્ટરશ્રી આર જે હાલાણી તેમજ પોલીસ વડા ચૌધરી સાહેબ સાથેની બેઠક બાદ સાંસદ સાથેની રોમેલ સુતરિયાની આગેવાનીમાં ચિટફંડ પિડિતોની રજુઆત સુચક છૈ કે ચિટફંડ પિડિતોની લડત સકારાત્મક સંવાદ થકી પિડિતોને ન્યાય મળે તે દિશામાં આગળ વધી રહી છે. સંગઠનનો વિસ્તાર થઈ રહ્યો છે અને ગામે ગામથી તાપી જીલ્લાના આગેવાનો તેમજ અન્ય જીલ્લામાં પણ ચિટફંડ પિડિતો રોમેલ સુતરિયાની આગેવાનીમાં સંગઠિત થઈ ચિટફંડ પિડિતોને ન્યાય મળે તે માટે અવાજ મજબુત બનાવી રહ્યા છે ત્યારે હવે જોવું તે રહ્યું કે આવનાર દિવસોમાં ચિટફંડ કંપનીઓ સામે વધું શું કાર્યવાહી થશે ?