તાપી જિલ્લામાં લગ્ન પ્રસંગમાં પોલિસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

૫૦થી વધુ વ્યક્તિઓ ભેગા કરી શકાશે નહી

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; મંગળવાર :- વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને તાપી જિલ્લામાં આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં લેવાની જરૂરિયાત જણાતા કલેકટરશ્રી ઘ્વારા જણાવ્યા મુજબ લગ્ન પ્રસંગના આયોજકોએ સબંધિત અધિકારી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે. લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધુ વ્યક્તિઓ ભેગા કરી શકાશે નહી. સરકારશ્રીના વખતો વખતના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સામાજિક અંતર જાળવવા ઉપરાંત માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. લગ્ન પ્રસંગ માટેની મંજુરી ફક્ત જે તે સમુદાયની ધાર્મિક વિધિ પુરતી જ આપવામાં આવશે. વરઘોડો કે ફુલેકુ કાઢી શકાશે નહીં તેમજ લાઉડ સ્પીકર કે માઈકનો ઉપયોગ કરી શકાશે નહી.
લગ્ન પ્રસંગ માટે આપવામાં આવેલ પરવાનગી સંબઘે તેનો ભંગ થતો નથી તેની સ્થળ ૫ર જઇને ચકાસણી કરવામાં આવશે જો ૫રવાનગીની શરતોનો ભંગ કરતા જણાશે તો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની જોગવાઈઓ તેમજ ભારતીય દંડ સંહિતા કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *