ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષકની ત્રણ તાલુકામાં બેઠક યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ વિધાનસભા ૧૭૩ કોગ્રેસના પક્ષમાંથી ચુંટાયેલ ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે રાજીનામુ આપ્યા બાદ ખાલી પડેલ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણીનો દોર શરૂ થતા એઆઈસીસીના મેમ્બર અને નવનિયુક્ત ડાંગ વિધાનસભામાં ના નિરીક્ષક ગૌરવ પંડયા ધારાસભ્ય પુનાજી ગામીત અંનંત પટેલની ઉપસ્થિતમાં સુબીર આહવા અને વઘઇના દોડીપાડા ખાતે પેટા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે કોગ્રેસી કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી જે બેઠકમાં નિરીક્ષક ગૌરવ પંડયા જણાવ્યું હતુ રાજય સભાની ચુંટણી પુર્વે ડાંગ બેઠક પરથી ચુંટાયેલા મંગળભાઇ ગાવિતે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી કોગ્રેસ પક્ષ સાથે છેડો ફાડતા ડાંગના કોંગ્રેસી કાર્યકરો હતાશાની સાથે દુખની લાગણી વ્યકત કરી રહ્યા છે પણ કોંગ્રેસી કાર્યકરોએ નાસીપાસ થવાની જરૂર નથી આવનારા વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌ કાર્યકરોએ ખભેખભા મીલાવીને કોંગ્રેસના મતદારોની ઇજ્જત લજાવનાર ધારાસભ્ય મંગળ ગાવિતના પરાક્રમથી હતાશા અનુભવની જરૂર નથી પણ આવનાર પેટા ચૂંટણી માં કોંગ્રેસી કાર્યકરોએ ફરી એક જુથ થઇ વર્ષોથી કોગ્રેસનો ગઢ ગણાતી ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતી કોંગ્રેસના ગઢને સલામત રાખવાની જરૂર છે વધુમાં વાંસદાના ધારાસભ્ય અંનંત પટેલે કાર્યકરો ને સંબોધતા જણાવ્યું હતુ કે ડાંગ જીલ્લો વર્ષોથી કોગ્રેસનો ગઢ રહ્યો છે ભલે કોગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત એ સભ્યપદેથી રીજીનામુ આપી કોગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે પણ કોગ્રેસના કાર્યકરોએ ફરી એક જુથ થઇ આવનાર પેટા ચૂંટણી માટે કોગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ખભેખભા મિલાવી બુથ લેવલ થી કામે લાગી જવું પડશે વળી કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ કાર્યકરોને જુના વિખવાદ ભુલી જે કોઈ ઉમેદવાર નક્કી થાય તેને કોગ્રેસ ના સાચા સૈનિક તરીકેની ફરજ બજાવી તનતોડ મહેનત કરી કોગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય બનાવી ફરી એક વાર કોગ્રેસનો ઝંડો લહેરાવવા હાકલ કરી હતી આ બેઠકમાં માજી કોંગ્રેસ પ્રમુખ ગૌતમ પટેલ, સુર્યકાંત ગાવિત, કોગ્રેસ મંત્રી તબરેઝ અહેમદ, સરપંચ મોહન ભોયે, કોંગ્રેસ આગેવાન ગમન ભોયે, દાદા માને, મુકેશ પટેલ તનવીર ખાન, રમેશ ભોયે, મહિલા મોરચાના પ્રમુખ લતા બેન ભોયે સહિત કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.