આંઠ થી અગિયાર માસનો પગાર ન મળતાં કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા, હતા પરંતુ કલેક્ટર કચેરીએ મધ્યસ્થી કરતાં હડતાળ સમેટાઈ

Contact News Publisher

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ  )  : તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી કાર્યરત છે, આ કચેરી ખાતે પ્રજાજનોની વિવિધ કામગીરીઓ માટે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે, જનસેવા કેન્દ્ર ખાતે આવક,  જાતિ, સિનિયર સીટીઝન, રેશનકાર્ડ સહિતની કામગીરી કરવામાં આવે છે, માંગરોળ તાલુકાનાં અંદાજે ૯૨ જેટલાં ગામોની પ્રજા એ ઉપરોક્ત કામગીરી માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવવું પડે છે, જનસેવાની કામગીરી કરવા માટે જે કર્મચારીઓ મુકવાના હોય છે, એ માટે ગાંધીનગર ખાતેથી એજન્સીઓની નિમણુક કરવામા આવે છે, નિમણુક થયેલી એજન્સીઓ જે તે તાલુકાઓ ખાતે કર્મચારીઓને મોકલે છે, પરંતુ માંગરોળ તાલુકા ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓ ને છેલ્લા આંઠ થી અગિયાર માસ સુધીનો પગાર ચુકવવામાં આવ્યો નથી, આ કર્મચારીઓએ કોરોનાં જેવી મહામારી ની પરિસ્થિતિમાં પણ ફરજ બજાવી છે, કર્મચારીઓ હડતાળ ઉપર જતાં પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો ,જો કે સુરત જિલ્લાના નવે નવ તાલુકાઓમાં આ પરિસ્થિતિ ઉભી થવા પામી હતી , આખરે સુરત, જિલ્લા કલેક્ટર કચેરીએ આ પ્રશ્ને મધ્યસ્થી કરતાં તથા એજન્સી સાથે પણ ચર્ચા કરી બાકીનો તમામ પગાર ચૂકવી આપવાનું જણાવતાં ,સુરત જિલ્લાના નવે નવ તાલુકા ખાતે જન સેવા કેન્દ્ર માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ આજથી ફરજ ઉપર ચઢી ગયા છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *