માંગરોળ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં એક કર્મચારીને કોરોનાંનો પોઝીટીવ રીપોર્ટ આવતાં કચેરીમાં પ્રવેશ બંધ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મામલતદાર કચેરીમાં ઇ-ધરા વિભાગમાં ફરજ બજાવતાં એક પુરૂષ કર્મચારીને કોરોનાં પોઝીટીવ આવતાં કર્મચારીઓમાં મચેલો ખળભળાટ.
તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી આવેલી છે, આ કચેરીમાં વિવિધ વિભાગો કાર્યરત છે, જેમાં ઇ-ધરા વિભાગ પર આવેલો છે, આ વિભાગમાં ફરજ બજાવતાં એક પુરૂષ કર્મચારીનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં સમગ્ર કચેરીમાં ફરજ બજાવતાં અન્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જેને પગલે આજે તારીખ ૩ જુલાઈથી મામલતદાર કચેરીની ઇમારતનાં તમામ પ્રવેશનાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે ઇમારતના કમ્પાઉન્ડમાં પ્રવેશ નાં ગેટો બંધ કરી દઈ પોલીસ નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ખાસ અને અગત્યનાં કામો માટે જ અરજદારોને કમ્પાઉન્ડમાં પ્રવેશ આપી વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેમાં માસ્ક પહેરીને આવવું અને સોશિયલ ડિસ્ટરન્ટ નો અમલ ફરજીયાત કરવાનો રહેશે.