કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રત્યેક લોકકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ નાગરિકો સુધી પહોંચે તે જનપ્રતિનિધિની સાથે વહીવટી તંત્રની પણ નૈતિક જવાબદારી – સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા 

0
કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રત્યેક લોકકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ નાગરિકો સુધી પહોંચે તે જનપ્રતિનિધિની સાથે વહીવટી તંત્રની પણ નૈતિક જવાબદારી - સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા 
Contact News Publisher

મહિલા સશક્તિકરણ, પાણી-માર્ગ સુવિધાઓ સુદ્રઢ બનાવવા તેમજ વિવિધ યોજનાઓના વ્યાપક પ્રચાર પ્રસાર અંગે અધિકારીઓને સૂચનો કર્યા 

— 

તાપી જિલ્લામાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને દિશા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :– તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બારડોલી લોકસભાના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, તાપી જિલ્લો વિકાસના માર્ગે અવિરત આગળ વધતો રહે તે માટે સરકાર અને જનપ્રતિનિધિઓની સાથે વહીવટી તંત્રની પણ નૈતિક જવાબદારી છે. તાપીનો એક પણ નાગરિક કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહેવો જોઈએ.

 

આ તકે સાંસદશ્રીએ મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર, આરોગ્ય, પોષણ અને શિક્ષણ, માર્ગ સુરક્ષા અને નેશનલ હાઈવે જળ વ્યવસ્થાપન અને આગોતરું આયોજન સહિત વિવિધ વિભાગોના કામગીરીની ઝીણવટપૂર્ણ સમીક્ષા કરી હતી.

 

તેમણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ એસબીએમ, આવાસ યોજના, વીબી જીરામજી અને મિશન મંગલમ યોજનાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. ગ્રામીણ બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે મહિલા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા અંગે વિશેષ સૂચનો કર્યા હતા.

 

વધુમાં, જિલ્લામાં ટીબી અને સિકલસેલ જેવા રોગોના નાબૂદીકરણ તેમજ આરોગ્ય, શિક્ષણ અને પોષણ સંબંધિત સેવાઓ સુદ્રઢ કરવા પર ભાર મુકાયો હતો. લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને અકસ્માત-રહિત માર્ગો ઉપલબ્ધ કરાવવા નિર્દેશો અપાયા હતા. આ ઉપરાંત, સાઈડ સોલ્ડરિંગ, જંગલ કટિંગ, સ્પીડ બ્રેકરની જરૂરિયાત તથા મર્યાદા બાબતે ઝીણવટભરી ચર્ચા હાથ ધરાઈ હતી.

 

ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પાણીની અછત ઊભી ન થાય તે માટે પાણી અને વીજળી વિભાગને પૂર્વ આયોજન કરવા તાકીદ કરાઈ હતી. તેમજ તમામ વિભાગોને પ્રજાકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચાડવા માટે અસરકારક આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ કરવા સૂચના આપી હતી.

 

બેઠક દરમિયાન સાંસદશ્રીએ ડિજિટલ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ વિભાગોના લક્ષ્યાંકો, પ્રગતિ હેઠળના વિકાસકામો અને હાંસલ કરેલી સિદ્ધિઓની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પણ આ સૂચનાઓનું અનુમોદન કર્યુ હતુ.

 

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા-તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

●●●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *