તાપીના નિઝરમાં નરેગાના કામો અને વેતનના અધિકારો અંગે અન્યાયનાં વિરોધમાં નરેગા અધિકાર દિવસે જ મામલતદારને આવેદન પત્ર સુપ્રત
કાર્યસ્થળ પર કાયદાની જોગવાઈ મુજબ છાંયડો, પીવાનું પાણી, દવા, બાળ સંભાળ વ્યસ્થા તો નથી, પણ ઘણી જગ્યા ઉપર સેનિટાઇઝ કે શ્રમિકો માટે માસ્ક નથી આવી ફરિયાદ વારંવાર ઉઠી રહી છે
કામની માંગણી ન સ્વીકારી હોય તો તેની પહોંચ શ્રમિકને ન આપવી, પહોંચ આપી હોય છતાં મનરેગા હેઠળ કામ ન આપવું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. 29 જૂન- નરેગા અધિકાર દિવસે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા નરેગાના કામો અને વેતનના અધિકારો અંગે નિઝર મામલતદારને અવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવેલ છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદનાં અમલના ૧૫ વર્ષ બાદ કોરોનાની મહામારી ઉભી થઈ છે. જેમાં ખેતમજુરી, છૂટક મજૂરી, કારખાનામાં રોજગારી મળવા માટે બહાર ગયા હતા. તેવા મજૂ કામો માટે સ્થળાંતર કરી ગયેલા લોકો ગામમાં પાછા જેના તેના વતનમાં પરત આવ્યા છે. અને માત્ર મનરેગાના કામ પર પોતાના જીવન નિર્વાહની અપેક્ષા હાલમાં રાખી રહયા છે. ગામોમાં ચાલુ વર્ષ કામોની માંગણી વધી રહી છે. છતાં પણ લોકોને કામ મળતું નથી, કેમ લોકોને કામ આપવામાં આવતું નથી. બહારથી વતન પરત ફરેલા શ્રમિકો પર ધ્યાન આપતા નથી. આવા સમયે લોકોને જોબ કાર્ડ પણ આપવામાં આવેલ નથી. કામની માંગણી ન સ્વીકારી હોય તો તેની પહોંચ શ્રમિકને ન આપવી. પહોંચ આપી હોય છતાં મનરેગા હેઠળ કામ ન આપવું, કાર્ય સ્થળ પર કાયદાની જોગવાઈ મુજબ છાંયડો, પીવાનું પાણી, દવા, બાળ સંભાળ વ્યસ્થા તો નથી. પણ ઘણી જગ્યા ઉપર સેનિટાઇઝ કે શ્રમિકો માટે માસ્ક નથી આવી ફરિયાદ વારંવાર ઉઠી રહી છે.