આરોગ્ય કર્મચારીઓના પ સપ્ટેબરથી લડતના મંડાણ : ફિલ્ડ કામગીરીમાં સેલ્ફી અપલોડ કરવાનાં નિર્ણય સામે જીલ્લા સેવા સદન સામે દેખાવો કરશે

0
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. તાપી જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પૈકી મ.પ.હે.વ., મ.પ.હે.સુ., ફી.હે.વ., ફી.હે.સુ. કેડરના ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓને રીઅલ ટાઈમ દૈનિક ધોરણે રીઅલ ટાઈમ એન્ટ્રી તથા એક્શન ફોટો અને ફરજના સ્થળેથી દર્દી સાથે ફરજીયાત સેલ્ફી ફોટો લઈને ટેકો પ્સ એપ્લીકેશન દ્વારા સર્વેલન્સ મોડ્યુલમાં કર્મચારીના ખાનગી મોબાઈલમાં અપલોડ કરવાનાં નિર્ણય સામે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલનનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત તાપી જીલ્લામાં પણ પમી સપ્ટેમ્બરે સવારે ૧૧ થી ૧૨ વાગ્યાના સમયે સુત્રોચ્ચાર, પ્લેકાર્ડ, બેનર દ્વારા વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરાશે

 

તા. ૧/૮/૨૦૨૬ થી માન.કમિશનરશ્રી આરોગ્ય(ગ્રામ્ય) દ્વારા ટેકો પ્લસમાં કામગીરીના એકશન ફોટો તથા સેલ્ફી એપ્લિકેશનમાં અપલોડ કરવાનુ ફરજિયાત કરાયું છે. પરંતુ તેને કારણે જાહેર આરોગ્ય સેવા તથા કર્મચારી હિતો જળવાતા નથી. એપ્લિકેશનથી ડિવાઈસ લોકેશન, ગોપનિયતા ઉપરાંત ડેટા લોકેશન મોનિટરિંગ થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી એકત્રીકરણ થનાર હોઈ રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ હોવાનો દાવો કરીને કર્મચારીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કરાયું છે. ફોટાથી હાજરીની ચકાસણી રાઈટ ટુ ડિસકનેક્ટના ભંગ સમાન છે. તદ્ઉપરાંત મહિલા કર્મચારીઓના લોકેશન કેમેરા દ્વારા ફેસ અટેન્ડેન્સથી છેડતી, હેરાનગતિ થવાની શક્યતા અને દર્દીઓ સાથે સેલ્ફી કે ફોટાથી દર્દીની ગોપનીયતા સામે પણ સવાલ ઊભા થશે. આ નીતિમાં કર્મચારી કે કર્મચારી મંડળો, મહામંડળો, મહાસંઘો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી. જેથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે વીડિયો કોન્ફરન્સથી ૩૪ જિલ્લાની સહમતી લઈ આંદોલન અંગેના કાર્યક્રમો સર્વે સંમતિથી નિર્ણય લીધો છે.

 

તાપી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘ટેકો+’ એપ્લિકેશનના સર્વેલન્સ મોડ્યુલમાં કરાયેલા નવા ફેરફારોને લઈને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સુપરવાઈઝરમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગના 31 જુલાઈના પરિપત્ર મુજબ, 1 ઓગસ્ટથી પાણીજન્ય અને વાહકજન્ય રોગોની કામગીરી તેમજ ટીબી, લેપ્રસી, સિકલસેલ જેવા રોગોના દર્દીઓની મુલાકાત લેવા સેલ્ફી અપલોડ કરવાથી મહિલા દર્દીઓ સાથે સેલ્ફી લેવાથી દર્દીની ગોપનીયતા સામે સવાલ ઉભા કરે છે. ટેકો મોબાઈલ છેલ્લા ઘણા વર્ષોથી જરજરીત હાલતમાં હોઈ આરોગ્ય કર્મચારીઓ પોતાના ખાનગી મોબાઈલમાં તમામ ઓનલાઈન કામગીરીની એન્ટ્રીઓ કરી રહ્યા છે જેનુ નેટ રીચાર્જનું કોઈ મહેનતાળું ૨ વર્ષથી ચુકવવામાં આવેલ નથી. જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થવર્કરને કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ રાજય સરકાર દ્વારા પુરુ પાડવામાં આવેલ નથી તેમ છતા કમિશ્નરશ્રી આરોગ્યએ ફિલ્ડ કક્ષાએ કામગીરી કરતા ઉપરોક્ત કેડરના આરોગ્ય કર્મચારીઓને મળતુ માસિક ૪૦૦૦ રૂ. સર્વેલન્સ ભથ્થુ રાજય સરકારના કોઈ પણ હુકમ વગર કર્મચારીઓ સાથે બદલાની ભાવના સાથે વિડિયો કોન્સફરસના માધ્મથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓને સુચના આપી ઉપરોક્ત ભથ્થુ ચાલુ માસથી કાપી લેવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ કચ્છ ખાતે તા.૭/૯/૨૦૨૬ના રોજ ૩૪ જીલ્લાના કર્મચારી આગેવાનોની ઉપસ્થિતીમા આ પરિપત્રેની હોળી કરવાના કાર્યક્રમ, તા.૮/૯/૨૦૨૬ના રોજ વડોદરા અને નવસારી ખાતેના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામા કર્મચારીઓ સામુહિક રજુઆત કરેશે અને તેમ છતા કોઈ ઉકેલ ના આવેતો તા.૧૦/૯/૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને સામુહિક રજુઆત કરેશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other