સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તાપી જિલ્લા ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે ભૌતિક તેમજ રમતગમતની સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન પુરુ પાડ્યુ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે ‘સમગ્ર શિક્ષા અભિયાન’ અંતર્ગત ગવર્નિંગ બોડીની બેઠક યોજીને એમ.આઈ.એસ. કામોની પ્રગતિ, સિવિલ શાખા, ગર્લ્સ એજ્યુકેશન શાખા, આઈ.ઈ.ડી. શાખા, એ.આર.એન્ડ.વી.આઈ. શાખા, ક્યુ.ઈ.એમ., સેકન્ડરી એજ્યુકેશન અને હિસાબી શાખાની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી મૂલ્યાંકન કર્યું હતું.
નોંધનીય છે કે, કલેક્ટરશ્રીએ આ તબક્કે યુ.ડી.આઈ.એસ.ઈ., પ્રગતિ હેઠળના કામો, કે.જી.બી.વી., બોય્ઝ હોસ્ટેલ અને પીએમશ્રી શાળાઓ સહિતની સંસ્થાઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે ભૌતિક સુવિધાઓ તેમજ રમતગમતની સુવિધાઓ વિકસાવવા વિશે ચર્ચા કરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ ઉપરાંત, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને મેડિકલ કેર સહિતની તમામ બાબતોનું સઘન નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેમજ શિક્ષણ વિભાગના વિવિધ શાખાના અગ્ર અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
