પીએમ જનમન યોજના હેઠળ વાડીભેંશરોટ ખાતે ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે મલ્ટી પર્પઝ સેન્ટરનું લોકાર્પણ કરાયું 

0
પીએમ જનમન યોજના હેઠળ વાડીભેંશરોટ ખાતે ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે મલ્ટી પર્પઝ સેન્ટરનું લોકાર્પણ કરાયું 
Contact News Publisher

(​માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૨ :- તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના વાડીભેંશરોટ ખાતે પીએમ જનમન યોજના હેઠળ મંજૂર થયેલ મલ્ટી પર્પઝ સેન્ટરનું ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

 

સરકારશ્રીની આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત તૈયાર કરાયેલા મલ્ટી પર્પસ સેન્ટરમાં એ.એન.એમ. રૂમ, આંગણવાડી, કિચન અને મીટિંગ હોલ સહિતની તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

​આ પ્રસંગે સોનગઢના પ્રાયોજના વહીવટદાર શ્રી રાજેશકુમાર મૌર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલભાઈ વસાવા, DTO તાપી ડો. રાજેશ ચૌધરી, THO ડોલવણ ડો. કલ્પેશ ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવના પટેલ તેમજ સિંગપુરના મેડિકલ ઓફિસર ડો. મયંક ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *