SGFI નવી દિલ્હી આયોજિત શાળાકીય રમતોત્સવમાં કીમ પ્રાથમિક શાળાની ઝળહળતી સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૩૧. SGFI નવી દિલ્હી આયોજિત શાળાકીય રમતોત્સવ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા તાપ્તીવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ ખાતે તાલુકા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળાનાં બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ હાંસલ કરી હતી. જે પેકી U-14 ગોળફેક અને ચક્રફેંકમાં રાજ બારીયા પ્રથમ, ચકફેકમાં ધરતી વાળા દ્વિતીય, 400 મીટર દોડમાં શિવાંગી સકસેના દ્વિતીય, 600 મી દોડમાં અંકિતા રાઠોડ દ્વિતીય તથા U-17 ચક્રફેકમાં દિયા વસાને દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. આગામી સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓ કોચ જીગીષાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય પુષ્પાબેન રાવળ, ઉપશિક્ષક ભરતભાઈ પટેલ સહિત સ્ટાફગણ ઉપરાંત કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોકભાઈ પટેલે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
