જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાને પગલે ગરીબવર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે, મામલતદારને આવેદનપત્ર આપતાં કોગ્રેસીઓ 

Contact News Publisher

  (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કેન્દ્ર  – રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ, રાંઘણ ગેસ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. છેલ્લા સતત ૧૯ દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂપિયા ૮.૬૬ અને ડીઝલમાં રૂપિયા ૧૦.૬૩નો વધારો કર્યો છે, ઇતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિમત પેટ્રોલ કરતા વધુ થઈ છે.

આ અસહ્ય પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કરવા આજે તા.૨૯મી જૂન, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન માંગરોળ તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન તાલુકા મથકે કરવામાં આવ્યું હતું,મોસાલી દૂધ મંડળી ખાતેથી રેલી કાઢવાનો પ્રયાસ કરતાં આ માટેની મંજૂરી વહીવટીવિભાગ તરફથી આપવામાં આવી  ન હોય  તમામને ડીટેન્ડ કરવામાં આવશે એવું માંગરોળના હોઈ.એસ. આઇ.પરેશ એચ. નાયીએ કહેતાં થોડી રકઝક ચાલી હતી, આ વખતે માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહીતના કેટલાંક આગેવાનો કાર્યકરોને ડિટેઇન્ડ કરી, માંગરોળ સરકારી સરકીટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા જયારે ડો. તુષારભાઈ ચૌધરી સહીતના કેટલાક કાર્યકરો મામલતદાર કચેરી ખાતે પોહચી ગયા હતા અને આ પ્રશ્ને  દેશનાં રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ આવેદનપત્ર નાયબ મામલતદાર પૂરવઠા વિભાગનાં ગીરીશભાઇ પરમારને આપવામાં આવ્યું હતું, માંગરોળ તાલુકા ખાતે માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઇ ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ જગદીશભાઇ પટેલ, તાલુકા પ્રમુખ શામજીભાઈ ચૌધરી,રમણભાઈ ચૌધરી,અંદાજભાઇ શેખ, નારસિંગભાઈ વસાવા, નટુભાઇ વસાવા,સાહબુંદીન મલેક, યાસમીનબેન,ડો. નટવરસિંહ આડમાર, એડવોકેટ બાબુભાઇ, રૂપસિંગભાઇ સહીત મોટી સંખ્યામાં સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.સવારથીજ મોસાલી દૂધ મંડળી ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other