માંડવી તાલુકાનાં સાલેયા-કાલીબેલ માર્ગ ઉપરથી ૬૩ હજારની કિંમતનાં લાકડાં અને પીકઅપ ગાડી સાથે ૧ લાખ, ૪૩ હજારનો મુદ્દામાલ જપ્ત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં સાલેયા-કાલીબેલ માર્ગ ઉપરથી વન વિભાગની ટીમે ૬૩ હજારના સાગી લાકડાં તથા ૮૦ હજારની પીકઅપ ગાડી સાથે કુલ ૧ લાખ, ૪૩ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વન વિભાગની ટીમ ફેડરિયા- પીપલવાડા માર્ગ ઉપર પેટ્રોલીગમાં હતી, ત્યારે બાતમી વાળી ગાડી ટાટા પીકઅપ નંબર જી.જે.-૧૯-વી-૮૦૫ આવતાં ,તેને રોકવાનો પ્રયાસ કરતાં તેણે ગાડી ભગાડી મૂકી હતી, જેથી વન વિભાગની ટીમે ગાડીનો પીછો કરતા ,સાલેયા-કાલીબેલ ગામે પુલ ઉપર ગાડી મૂકી ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો,ગાડીની તપાસ કરતાં સાગી ચોરસા ૨૬ નગ ,કિંમત ૬૨,૯૧૩ રૂપિયા અને ગાડીની કિંમત ૮૦ હજાર મળી કુલ ૧,૪૨,૯૧૩ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ,આ માલ વન વિભાગના ડેપોમાં જમા કરી, ચાલકને વોન્ટેડ જાહેર કરી,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,આર. એફ.ઓ. રૂપેન્દ્ર રાઉલજી,કમલેશ ચૌધરી, ઉષાબેન ગામીત, બીટગાર્ડ અને રોજમદારોએ આ કામગીરીમાં જોડાયા હતા.