તાપી જીલ્લાની વિવિધ સંસ્થાઓ તથા એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે માહિતી રજૂ કરવા અનુરોધ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: તા: ૨૫: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવસારી કચેરી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એક ચૂકાદાના કંપલાયન્સના ભાગરૂપે રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓ, ખાનગી ઓપરેટરો, કો ઓપરેટિવ સોસાયટીઓ કે અન્ય સ્થાનિક સંસ્થાના ક્ષેત્રની બહારની તમામ સંસ્થાઓને પશુપાલન, ડેરી ફાર્મ, તથા ગૌ શાળાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટ https;//gpcb.gujarat.gov.in/ પર ઉપલબ્ધ ફોર્મેટ મુજબની માહિતી મોકલી આપવાની થાય છે. તદુપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વખતો વખત નિયત કરવામાં આવેલા પર્યાવરણીય નોર્મ્સને દરેક સંસ્થાઓએ સખ્તાઈથી અમલ કરવાનો થાય છે.
જેથી તાપી જિલ્લાની તમામ સંસ્થાઓ કે એકમોએ માંગ્યા મુજબની માહિતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંલગ્ન પ્રાદેશિક કચેરીમાં તા.30 6 2020 સુધીમાં જમા કરાવવાની રહે છે. પ્રાદેશિક કચેરીઓની વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, તેમ પણ આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.
–