ભટગામ પ્રાથમિક શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સંપન્ન

0
ભટગામ પ્રાથમિક શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સંપન્ન
Contact News Publisher

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળકોને પોંખવાનો અનોખો અવસર છે : અમરત પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૩. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ બાદ આજરોજ પ્રથમવાર શાળામાં પા..પા..પગલી માંડનાર બાળકોને હોંશભેર આવકારવાનાં ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ શાળાનાં આચાર્ય વિજય પટેલે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તાલુકા પંચાયતનાં દંડક અમરતભાઈ રાઠોડનાં વડપણ હેઠળ યોજાયેલ સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા એસ.સી. મોરચા અધ્યક્ષ પ્રવિણભાઈ મકવાણા, સેલુત ગામનાં સરપંચ અને યુવા કાર્યકર જિજ્ઞેશભાઈ પટેલ, લાયઝન ઓફિસર હર્ષદભાઈ ચૌહાણ, ગામનાં ઉત્સાહી સરપંચ શૈલેષભાઈ રાઠોડ, એસ.એમ.સી. અધ્યક્ષ હંસાબેન રાઠોડ, આઈ.સી.ડી.એસ.નાં પિંકલબેન, આરોગ્ય વિભાગનાં ડો. ધવલ પટેલ, વાલીજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતાં.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૪ બાળકો અને બાલવાટિકામાં પ્રવેશ લેનાર ૧૨ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રવિણભાઈ મકવાણા તથા કિરણભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી પ્રવેશપાત્ર બાળકોને શુભાશિષ પાઠવ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉપશિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ, નિમિષા પટેલ, કલ્પના પટેલ તથા જીનલ પટેલે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનાં અંતિમ ચરણમાં ધોરણ ૮ની વિદ્યાર્થીની કૃષિકા રાઠોડ દ્વારા ‘વૃક્ષારોપણ’ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિધાર્થીનીઓ હીમાની સુરતી અને હીર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *