ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા તાપી જિલ્લાના વિરપુર ખાતે કોમન સર્વિસ સેન્ટરની મંજૂરી અપાઈ

કલાનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલય વીરપુર ખાતે જન સેવા કેન્દ્ર (CSC)ની ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જન સેવા કેન્દ્ર વિદ્યાકુંજ વિદ્યાલય વીરપુર ફાટક ખાતેથી કેન્દ્ર સરકાર lockdown માં શિક્ષા દાન યોજનામાં ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી તાપી જીલ્લા માં અવ્વલ નંબરે રહી રાજ્યમાં બીજા ક્રમનું ગૌરવ પ્રાપ્ત કરી 125 વિધ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે કેન્દ્ર દ્વારાતમામ વિધ્યાર્થીઓને 125 રૂપિયા પ્રમાણે શિક્ષા દાન કરી આદિજાતિ કન્યાઓને કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ 35 દિવસ દરરોજ એક કલાક માટેની સેવા મળશે. જેનાથી વિદ્યાર્થી તેમજ અન્ય બાળકોમાં ભારત સરકારની વિવિધ યોજનાઓ, આદિજાતિ યોજનાઓ, ભોગોલિક વર્ણ વ્યવસ્થા અને સામાજિક જ્ઞાનના પાઠો ભણાવી તુરંત જ ઓનલાઇન એકઝામ લઈ જે વિદ્યાર્થીઓ પાસ થાય તેમને 35 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે.
આ જનસેવા કેન્દ્રથી ગ્રામ્યકક્ષાએ બેન્કિંગનો લાભ, આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, લાઈટ બિલ, ફોન બીલ જેવી તમામ સુવિધાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ થતાં વીરપુરના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગ્રામ જણાવો એનો લાભ લઇ અન્યને પણ લાભ લેવા પ્રેરિત કરી રહ્યા છે.