‘ચિટફંડ પિડિતોને ને ન્યાય આપો’ લખેલા માસ્ક ટોક ઓફ ધી ટાઉન બન્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતમાં ઠેર ઠેર અનેક ચિટફંડ કંપનીઓમાં ગુજરાતના લાખો લોકોના નાણા ફસાયેલા છે. તે સહુ પીડિત જે ચિટફંડ કંપનીઓના કૌભાંડને પગલે આર્થિક નુકશાન ભોગવી રહ્યા છે તેઓને ન્યાય મળે તે માટે એક આવાજ એક મોર્ચા સતત લડત કરતું રહ્યું છે. ૨૩ માર્ચ ૨૦૨૦ ના રોજ તાપી જીલ્લા કલેકટર કચેરી ખાતે બે હજાર જેટલા ચિટફંડ પિડિતોની અરજીઓ જમાં કરવા હેતું સંગઠન મોટી સંખ્યામાં પિડિતો સાથે જવાનું આયોજન કરેલ હતું પરંતુ લોકડાઊન ના કારણે કાર્યક્રમ મૌકુફ રાખવામાં આવ્યો હતો. અનલોક એક પછી તાપી જીલ્લા કલેકટર સાથે વાતચીત બાદ મર્યાદિત સંખ્યા સાથે હવે સંગઠને ૧૬૪ જેટલા તાપી જીલ્લાના ગામોમાં ફરીને તૈયાર કરેલ અંદાજે ૨૦૦૦ જેટલા પિડિતોની વિગતવાર પુરાવા સહિતની અરજીઓ જમાં કરવા જવાનું નક્કી કરેલ છે. કલેક્ટરશ્રીની મુલાકાત માટે ૨૪ જુન ૨૦૨૦ના રોજ સંગઠનના પાંચ આગેવાનો જવાના છે.
મોટી સંખ્યામાં એકત્રિત થવું યોગ્યના હોય સંગઠન દ્વારા કોરોના મહામારીમાં માસ્ક ફરજીયાત છે ત્યારે માસ્ક ઊપર ચિટફંડ પિડિતોને ન્યાય આપો ની માંગ લખેલા માસ્ક તૈયાર કરી લોકોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જેનો હેતું લોકો માસ્ક તો ફરજીયાત પહેરે જ પરંતુ ચિટફંડ કૌભાંડ પ્રત્યે લોકો જાગ્રત થાય. ખાસ સરકાર ચિટફંડ પિડિતોને ન્યાય આપે અને કોરપસ ફંડની જાહેરાત કરે તે છે.
આ બાબતે રોમેલ સુતરિયા એ જણાવેલું હતું કે એક આવાજ – એક મોર્ચા “ચિટફંડ પિડિતોને ન્યાય આપો” ના સુત્ર સાથે રચનાત્મક નવી પદ્ધતિઓ રુપે લડતને પરિણામ સુધી ચોક્કસ પહોંચશે અને પિડિતોને ન્યાય મળે તે માટે જ આ એક અનોખો પ્રયોગ ચિટફંડ પિડિતોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે માસ્ક નો ઊપયોગ કર્યો છે. ચિટફંડ પિડિતોના હિતમાં માંગણી વહેલીતકે સાંભળી ગુજરાત સરકાર ચિટફંડ પિડિત નાગરિકોને ન્યાય આપશે તેવી આશા કરું છું.
હવે જોવાનું તે રહે છે કે આ બાબતે સરકાર વધુંમાં શું પગલા ભરે છે માસ્ક ઊપર ચિટફંડ પિડિતોના ન્યાયની વાતે લોકોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે જેથી હાલ તો એક અવાજ એક મોર્ચા નું આ માસ્ક ટોક ઓફ ધી ટાઉન બની રહ્યું છે.