વ્યારા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયા પટેલની અધ્યક્ષતામાં ‘લોક કલ્યાણ મેળો’

0
Pm nidhi yojana labharthi sahay vyara nagar palika
Contact News Publisher

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૨૫૦૬ નાના વેપારીઓને રૂ. ૪.૮૨ કરોડનું ધિરાણ પૂરું પડાયું

— 

પાલિકા પ્રમુખે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી અન્ય યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 01 : વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ ડો. પ્રિયાબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘લોક કલ્યાણ મેળો’ તથા પીએમ સ્વનિધિ યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયા પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રત્યેક યોજનાનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિક સુધી પહોંચે તે માટે નગરપાલિકા તંત્ર સતત કાર્યરત છે. ખાસ કરીને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરના નાના લારી-ગલ્લા ધારકો અને પાથરણાવાળા ભાઈ-બહેનોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે જે ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે, તેનાથી તેમના રોજગાર અને જીવનધોરણમાં મોટો અને હકારાત્મક સુધારો જોવા મળ્યો છે.

 

વ્યારા નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ તા. ૦૧/૦૬/૨૦૨૬ સુધીમાં કરવામાં આવેલી કામગીરીના સત્તાવાર આંકડા અનુસાર, યોજના હેઠળ શહેરમાં કુલ ૨૫૦૬ લાભાર્થીઓને રૂ. ૪.૮૨ કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. જેમાં વિગતવાર જોઈએ તો, પ્રથમ તબક્કાના કુલ ૧૩૬૮ લાભાર્થીઓને રૂ. ૧.૪ કરોડ, બીજા તબક્કાના ૭૫૭ લાભાર્થીઓને રૂ. ૧.૫૩ કરોડ અને ત્રીજા તબક્કાના ૩૮૧ લાભાર્થીઓને રૂ. ૧.૮૯ કરોડનું ધિરાણ ઉપલબ્ધ કરાવાયું છે.

 

નોંધનીય છે કે, આ યોજના હેઠળ શાકભાજી, ફળ, ખાણી-પીણીની તથા ચાની લારીવાળા, પાથરણાવાળા, ધોબી, નાઈ, મોચીકામ કરતા શ્રમિકો તેમજ શેરી ફેરિયાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) બેંક લોનની સહાય મેળવી શકે છે. આ કલ્યાણકારી યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને પ્રથમ તબક્કામાં રૂ. ૧૫,૦૦૦, બીજા તબક્કામાં રૂ. ૨૫,૦૦૦ અને ત્રીજા તબક્કામાં રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન મળવાપાત્ર છે.

 

આ સંવાદ કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના અનેક લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને સરકારી સહાયથી તેમના વ્યવસાયમાં થયેલી વૃદ્ધિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સીધા જ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવાનો અને યોજનાના અમલીકરણ બાદ લાભાર્થીઓના જીવનમાં આવેલા પરિવર્તનને સમજવાનો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *