મકાન માલિકો દ્વારા ઘરઘાટી, ડ્રાઈવર અને રસોઈયાઓની માહિતી આપવા અંગેનું જાહેરનામુ
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.27 :- તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જિલ્લામાં તમામ મકાનો, બંગલાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયાઓ, વોચમેન, માળી વગેરેને હાલમાં કામ ઉપર રાખ્યા હોય તથા કામ ઉપર રખાશે તેમની માહિતી સરકારી શ્રમ અધિકારીશ્રી, સંબંધિત પોલીસ સ્ટેશનને તથા મામલતદારશ્રીને મોકલવાની રહેશે.
નોંધનીય છે કે, માલિક, કર્મચારી તથા જેના સંપર્કથી કામે રાખવામાં આવ્યા છે તેમના નામ, સરનામા, સંપર્ક નંબર, કામ પર રાખ્યાની તારીખ, પહેલા ક્યા નોકરી કરી, કેટલા સમય કરી અને નોકરી છોડવાનુ કારણ, વતનનું સરનામુ, કર્મચારી અને કર્મચારીના બે-ત્રણ સગા-સંબંધીઓના નામ, સરનામા ફોટોગ્રાફ સાથે આપવાના રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા. 27 મે, 2026 થી તા.25 જુલાઈ, 2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
