ચોમાસા ઋતુની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬ : ચોમાસુ-૨૦૨૬ અંતર્ગત તાપી જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સોમવારે કલેકટરાલય સભાખંડના વી.સી.રૂમ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રી દેવ ચૌધરી દ્વારા તાપી જિલ્લાના ૮ તાલુકાના અધિકારીઓને ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવની કામગીરી આયોજનબદ્ધ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં અપાયું હતું.
સરકારશ્રીના ઝીરો કેઝયુલીટી અભિગમને સાકાર કરવા માટે તાલુકા અને જિલ્લાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે, ડિઝાસ્ટર ચેકલીસ્ટ મુજબ સાધન-સામગ્રી ચકાસણી, ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો તથા સરપંચશ્રીઓના ફોન નંબર સહિતની યાદી અધ્યત્તન કરવી, શાળાઓ, સરકારી બિલ્ડીંગો પાણી, વિજળી, ભોજન વ્યવસ્થાઓ સાથેના શેલ્ટર હોમ તૈયાર રાખવા તેમજ દરેક તાલુકાઓમાં અલગ-અલગ મોકડ્રીલ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સુસજ્જ રહે તે માટે કલેકટરશ્રી દેવ ચૌધરીએ રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ તકે, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડએ પણ અસરગ્રસ્તોને ઝડપથી ચૂકવણું કરી શકાય તે માટે સંબંધિત વિભાગને હકારાત્મક અભિગમ સાથે સર્વેની કામગીરી કરવા જણાવ્યું હતું.
ડિઝાસ્ટર કો.ઓર્ડિનેટર કરણ ગામીતે તમામ અધિકારીઓને જણાવ્યું કે, ખાસ કરીને વિજળી, પાણી, રસ્તા, આરોગ્ય વિશે સબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોતાના વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી ચકાસણી કરી લે તેમજ કોઈપણ માનવ-જાનહાનિ,પશુ જાનહાનિ, મકાન નુકશાની અંગે કંટ્રોલરૂમ (ફોન નંબર ૦૨૬૨૬ ૨૨૩૩૩૨) ને સત્વરે પ્રાથમિક જાણ કરાય જેથી ડિઝાસ્ટરને લગતી કામગીરી ઝડપથી કરી શકાય.
પ્રિ-મોન્સુનની આ બેઠકમાં ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખ્યાતી પટેલ, પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, માર્ગ અને મકાન સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રીઓ એમ.એન. પટેલ, ધર્મેશ પટેલ, વન વિભાગ, ડી.જી.વી.સી.એલ., આરોગ્ય વિભાગ, મામલતદારશ્રી મનીષ ભોય સહિત તમામ અધકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
