માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલયમાં ઉભા કરાયેલ હોમ કોરોન્ટાઈન સેન્ટર ખસેડવા પ્રશ્ને આંદોલનો થાય છે, ત્યારે વધુ પાંચ બસમાં ૯૦ લોકો વિદેશથી લવાયા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં-માંગરોળ) : તાલુકાનાં વેલાવી ( વાંકલ ) ગામે, સરકારી કન્યા છાત્રાલય આવેલી છે, આ છાત્રાલયની અદ્યતન સુવિધા ધરાવતી ઇમારત ઉભી કરવામાં આવેલી છે.
હાલમાં કોરોનાંની જે મહામારી ઉભી થવા પામી છે, જેને પગલે સુરત, જિલ્લા વહીવટીતંત્રે ભરૂચ, સુરત ,તાપી, નવસારી વગેરે જિલ્લાના વિદેશથી આવતાં લોકો માટે ઉપરોક્ત છાત્રાલય ખાતે હોમકોરોન્ટાઈન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં અંદાજે ૧૦૦ જેટલાં વિવિધ દેશોનાં ભારત આવેલા લોકોને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬૭ લોકોને ગઇકાલે પોતાનાં ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે, હાલમાં ૩૩ લોકો આ સેન્ટરમાં છે ,આ પ્રશ્ને ગત તારીખ ૧૨ મી નાં રોજ આ વિસ્તારનાં સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અને આગેવાનો તરફથી હોમકોર્નટાઇન સેન્ટરનો વિરોધ કરી આ સેન્ટર હટાવવાની માંગ સાથે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, છતાં આજદિન સુધી આ સેન્ટર ન હટાવવામાં આવતાં ગઈ તારીખ ૧૫ નાં રોજ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળના મામલતદાર મંગુભાઈ વાસવાને આવેદનપત્ર આપ્યું છે, આ આવેદનપત્ર રાજયનાં રાજ્યપાલ તથા સુરતનાં જિલ્લા કલેક્ટરને સંબોધીને તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે ઉપરોક્ત સ્થળે જે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, એ તાત્કાલિક હટાવવામાં આવે, કેમ કે વિદેશથી જે લોકો ને અહીં રાખવામાં આવી રહ્યા છે એમાંથી કોઈનો કોરોનાં વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવશે તો આ વિસ્તારને સીલ કરી દેવામાં આવશે, આ વિસ્તારની આસપાસ અનેક શેક્ષણિક સંકુલો આવેલાં છે, જેમાં પાંચ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આસપાસનાં પચાસ કરતાં વધુ ગામોની પ્રજાનો તમામ વહેવાર વાંકલ ગામ સાથે જોડાયેલો છે, અહીં દર શુક્રવારે હાથ બજાર ભરાય છે જેમાં ખૂબ મોટીસંખ્યામાં લોકો આવે છે, જેથી આ સેન્ટર આ વિસ્તારની પ્રજા માટે એક ભયરૂપ છે, આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર આ વિસ્તારની પ્રજાનાં સ્વાસ્થય સાથે ચેડાં કરી રહી છે, જેથી આ સેન્ટરને દૂર ખસેડવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, આ પ્રશ્ને આજે તારીખ ૧૮ મી જૂનનાં , સવારે ૧૦ કલાકે ,માંગરોળ થી ઝંખવાવ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ ત્રણ રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન માટે માર્ગ ઉપર બેસી ગયા હતા, મહીલા સહીત વીસ કરતાં વધુ કોગી કાર્યકરો જોડાયા હતા, જો કે. માજીપંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ સામજીભાઈ ચૌધરી, એડવોકેટ બાબુભાઇ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત વગેરેઓને પોલીસે રસ્તા રોકો આંદોલન ઉપર બેસે એ પહેલાંજ પોલીસે ડીટેઇન કરી, વાંકલ સરકારી આરામગૃહ ખાતે નજર કેદ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય રસ્તારોકો કાર્યક્રમમાં બેઠા હતા એ તમામને પોલીસે ડીટેઇન કર્યા હતા, જ્યારે આજે તારીખ ૧૯ નાં રોજ વધુ પાંચ એસ. ટી.બસોમાં ૯૦ જેટલાં વિદેશીઓને ઉપરોક્ત કન્યા છાત્રાલય ખાતે હોમકોર્નટાઇન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે, આ ૯૦ વિદેશીઓ સાથે કુલ ૧૨૩ વિદેશીઓ આ હોમકોરોન્ટાઈનમાં થયા છે, એક તરફ પ્રજાજનોનો વિરોધ છતાં બીજી તરફ આ સેન્ટર ખાતે વિદેશીઓને લાવવામાં આવી રહ્યા છે.