ત્રણ વર્ષથી પિયરમાં રહેલી પીડિતાનું 181 અભયમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગથી સાસરીમાં પુનઃસ્થાપન

0
IMG-20260115-WA0003

181

Contact News Publisher

પતિના આડસંબંધ અને પારિવારિક વિખવાદ વચ્ચે અભયમ ટીમે કરાવ્યું સુખદ સમાધાન

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : બારડોલી વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક પીડિતાનો કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની બે દીકરીઓ સાથે પિયરમાં રહેતા હતા અને હવે ફરીથી સાસરીમાં રહેવા જવા માંગે છે, પરંતુ પતિ દ્વારા સ્વીકારવામાં આવતા ન હોવાથી તેમને મદદની જરૂર હતી.

કોલ મળતા જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વનિતાબેન ચૌધરી તથા પાયલોટ નિકુંજભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પીડિતા તેમના પતિના બીજી સ્ત્રી સાથેના આડસંબંધથી માનસિક રીતે પરેશાન થઈ ત્રણ વર્ષ પહેલાં પોતાની બે દીકરીઓ સાથે પિયર જતાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ સાસરીમાં પરત આવ્યા નહોતાં.

આજરોજ પીડિતાને જાણ થઈ હતી કે તેમના પતિ અન્ય સ્ત્રીને સાસરીના ઘરે લાવવાના છે, જેથી પીડિતા પોતાની બે દીકરીઓ સાથે સાસરી ખાતે પહોંચ્યા હતા. જોકે પતિએ પીડિતાને સ્વીકારવાનો ઇનકાર કરતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ સર્જાયો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા બંને પક્ષનું શાંતિપૂર્ણ તેમજ કાયદાકીય દૃષ્ટિએ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા પીડિતાના પતિને પતિ તથા પિતા તરીકેની નૈતિક અને પારિવારિક જવાબદારીઓ અંગે સમજાવવામાં આવ્યું હતું. સાથે જ પત્ની અને સંતાનોની અવગણના કરવી, માનસિક ત્રાસ પહોંચાડવો તેમજ વૈવાહિક જવાબદારીઓથી દૂર રહેવા જેવી બાબતો ગંભીર પરિણામો સર્જી શકે તેવી કાયદાકીય સમજણ આપવામાં આવી હતી.

181 ટીમના સતત અને કુશળ કાઉન્સેલિંગના પરિણામે પીડિતાના પતિએ પોતાની થયેલ ભૂલ સ્વીકારી હતી તથા પીડિતા પાસે માફી માંગીને ભવિષ્યમાં પત્ની અને દીકરીઓને માન-સન્માન સાથે રાખવાની, કોઈપણ પ્રકારનો ત્રાસ ન આપવાની તેમજ પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની લેખિત બાંહેધરી આપી હતી. વધુમાં આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાશે નહીં તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

આ રીતે 181 અભયમ ટીમના સમયસરના હસ્તક્ષેપ, કાયદાકીય સમજણ અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિખૂટા પડેલા પરિવારને ફરી એકતામાં બાંધી પીડિતાનું સાસરીમાં સુખદ પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું હતું. અભયમ ટીમના આ સરાહનીય પ્રયત્નોથી પરિવારમાં ફરી સુખ, શાંતિ અને વિશ્વાસનો માહોલ સર્જાયો હતો.

અંતે પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *