વાલોડના સંકલ્પ પેપર મિલ ખાતે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.06 :- ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ અને ટ્રાફિકના કડક નિયમોના પાલન માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે, તાજેતરમાં વાલોડ તાલુકાના ડુમખલ ગામના સંકલ્પ પેપર મિલ ખાતે વિશેષ ટ્રાફિક જાગૃતિ ડ્રાઈવ અને સેમિનાર યોજાયો હતો.
આ તકે જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ. બી. શેખ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી. બી. પરધને ખાસ ઉપસ્થિત રહીને પેપર મિલમાં કામ કરતા તમામ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સમજૂતી આપી હતી. સાથે ટ્રાફિક સુરક્ષાને લગતા પેમ્પલેટનું વિતરણ કરી માહિતગાર કરવામાં આવ્યુ હતુ.
વિશેષ કરીને સેમિનારમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટની અનિવાર્યતા અને સીટ બેલ્ટના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
