તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણની પરિણામલક્ષી કામગીરી 

0
IMG-20260501-WA0008
Contact News Publisher

જાહેર સ્થળો અને ધાર્મિક પરિસરોમાં સામુહિક સફાઈ સાથે ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.01 :- તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિબેન પટેલના માર્ગદર્શન અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટરશ્રી નિતિનભાઈ ગામીતના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામજનોની આરોગ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપીને સ્વચ્છ ભારત મિશન, ગ્રામીણ અંતર્ગત વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ સઘન ઝુંબેશનો મુખ્ય આશય ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર રસ્તાઓ, સામુહિક શૌચાલયો અને ગ્રામ પંચાયતની ઇમારતોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ધાર્મિક સ્થાનો અને અન્ય જાહેર સંકુલોમાં પણ સામૂહિક સફાઈ હાથ ધરીને સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહત્વની બાબત એ છે કે, માત્ર સફાઈ જ નહીં પરંતુ ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શનની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવીને ઘન કચરાના નિકાલ માટે આયોજનબદ્ધ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્વચ્છ ભારત મિશનના જિલ્લા સહિત તાલુકાના તમામ સ્ટાફ અને ગ્રામજનોએ મહત્વપૂર્ણ ભાગીદારી અદા કરી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other