માંગરોળ તાલુકાના પાંચ ગામોમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ રૂપિયા 1081 કરોડના વિકાસકામોનું  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોળ) : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ કંટવાવ લવેટ મોટી ફળી, પાણી આમલી, ભીલવાડા સહિત પાંચ ગામોમાં રૂપિયા 1081 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કટવાવ ગામે કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવા આવી પહોંચતા સ્થાનિક આગેવાનો કારોબારી અધ્યક્ષ ઉમેદભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત,  સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા સહિત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કંટવાવ એપ્રોચ રોડ રૂપિયા 53 લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લવેટ થી મોદરી ફળિયા રોડનું  રૂપિયા 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંકલ થી લવેટ રોડ રૂપિયા 400 કરોડના ખર્ચે લોકાર્પણ અને લવેટ થી ભડકુવા રોડ રૂપિયા 110 લાખના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યયું હતું ત્યારબાદ મોટી ફરીથી પાણી આમલી રૂપિયા 60 લાખ ના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાણી આમલી થી ભીલવાડાના રોડનું રૂપિયા 48 લાખ, ખાતમુહૂર્ત અને ભીલવાડા ગામે કીમ નદી ઉપર બ્રિજનું કામ રૂપિયા 350 લાખ ખાતમુહૂર્ત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, કારોબારી અધ્યક્ષ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા નાયબ કાર્યપાલક ઇજનેર અમિષ ભાઈ પટેલ, લવેટના સરપંચ મનોજભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ, હર્ષદભાઈ ચૌધરી મામલતદાર શ્રી મંગુભાઈ વસાવા આગેવાનો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *