તાપી કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 20 :- તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ સાથે વહીવટી પ્રક્રિયાઓ અને પ્રગતિ હેઠળના વિકાસલક્ષી કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટર ડો. વિપીન ગર્ગે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કેસો, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન પેપર્સ અત્યારથી જ તૈયાર કરી દેવા સૂચના આપી હતી, જેથી નિવૃત્તિના દિવસે જ કર્મચારીને તમામ લાભો મળી રહે. વધુમાં બાકી રહેલા ઓડિટ પેરાના નિકાલ માટે સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી. વહીવટમાં પારદર્શિતા લાવવા ઇ-સરકાર પોર્ટલના મહત્તમ ઉપયોગ પર ભાર મુક્યો હતો. લાંબા સમયથી પડતર રહેલા સરકારી કાગળો અને ફાઇલોના નિકાલ માટે રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ

આ બેઠકમાં નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયા, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયા સહિતના તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *