સાકરદા પ્રાથમિક શાળાના નવા ઓરડાનું વિધિવત ખાતમૂહુર્ત કરતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

0
IMG-20260320-WA0008
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.20 :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સ્થિત સાકરદા ગામે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વનું કદમ ઉઠાવતા પ્રાથમિક શાળાના નવા ઓરડાના બાંધકામનું વિધિવત ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, ગામડાના બાળકોને ઘર આંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. સાકરદાની આ નવી શાળા આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થવાથી આસપાસના વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નખાશે.

આ નવા ઓરડાના બાંધકામનું રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નવા ઓરડા સુવિધાઓથી સજ્જ અને વિદ્યાર્થીઓને ભણતર માટે વધુ ઉત્તમ અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડશે.

કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આ નવી સુવિધા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *