દક્ષિણાપથ વિવિઘલક્ષી વિદ્યાલયના વિધાર્થીઓને ગરમીમાં રાહત : પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઠંડાપાણીના કૂલરનું દાન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ દક્ષિણાપથ વિવિઘલક્ષી વિદ્યાલયના કુમાર છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બની છે. પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વલસાડ નિવાસી શ્રી મનોજભાઈ શાહના હસ્તે વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીના કુલર દાનરૂપે આપવામાં આવ્યો.

ગરમીના તાપમાનમાં સતત વધારાને કારણે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ અને ઠંડા પાણીની અત્યંત જરૂરિયાત અનુભવાતી હતી. આવા સમયમાં આ કુલરનું દાન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને આરોગ્યલક્ષી સાબિત થશે.

આ સેવાકીય કાર્ય વ્યારા નિવાસી દિપાલીબેન દક્ષેશભાઈ શાહના સૂચન મુજબ કરવામાં આવ્યું હતું, જે સમાજ પ્રત્યેની તેમની લાગણી અને જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારના સેવાભાવી પ્રયત્નો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે.

વિદ્યાલય પરિવાર દ્વારા પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ, મનોજભાઈ શાહ તથા દિપાલી બેન શાહનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તેમના આ સેવાભાવ ને બિરદાવવામાં આવ્યો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *