નાનકડી ઉંમરે અલ્લાહની ઈબાદત !

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર ) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના ખાટીક વસીમ મકબૂલનો પુત્ર ખાટીક જીહાન વસીમએ કડક ગરમીમાં જીવનમાં પ્રથમ વાર ૩૦ દિવસનો રોજો રાખ્યો હતો.મુસ્લિમ સમાજના અત્યંત પવિત્ર ધરાવતો રમઝાન માસ હાલમાં ચાલી રહેલ છે.મુસ્લિમ સમાજના લોકો ભૂખ્યા તરસ્યા રહીને અલ્લાહની ભક્તિમાં લીન જોવા મળે છે. ત્યારે નિઝર તાલુકાના વેલ્દા ગામના ખાટીક જીહાન વસીમ માત્ર ૭ વર્ષના નાની ઉંમરે ૩૦ દિવસનો રોજો રાખી આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેલ્દાના ખાટીક વસીમ મકબૂલનો પુત્ર ખાટીક જીહાન વસીમ નાનપણથી જ ઘરમાં વડીલોને રોજા રાખતા અને નમાજ અદા કરતા જોયા છે. સામાન્ય રીતે બાળકોને રમઝાનનું અને રોજાનું ધાર્મિક મહત્વ સમજાવવામાં આવતું હોય છે જેના સંસ્કારોના ભાગરૂપે જ આ માસુમ બાળકે પોતે ૩૦ દિવસનો રોજો રાખવાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. આકરી ભૂખ અને તરસ વેઠીને પણ ખાટીક જીહાન વસીમએ ૩૦ દિવસ અલ્લાહની ઈબાદતમાં પસાર કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકની ઈચ્છા અને ઈસ્લામ પ્રત્યેની તેની શ્રદ્ધા જોઈને તેને રોજો રખાવવામાં આવ્યો હતો.જીહાન ખાટીકએ વહેલી સવારે સેહરીથી લઈને સાંજે ઈફૂતાર સુધીનો કઠિન સમય ખુબજ મક્કમતાથી પસાર કર્યો હતો.જીહાનની આ અતૂટ આસ્થા અને પ્રથમ રોજો પૂર્ણ થતા ખાટીક પરિવાર અને સ્નેહીજનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *