માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલયમાં ઉભા કરાયેલ હોમકોરોન્ટાઈન સેન્ટર ખસેડવા પ્રશ્ને આગામી તારીખ ૧૮ નાં તાલુકા કોગ્રેસ દ્વારા રસ્તારોકો આંદોલન
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :
માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર નીચે મુજબ છે.
માંગરોળ તાલુકાનાં વેલાવી ( વાંકલ ) ગામે, સરકારી કન્યા છાત્રાલય આવેલી છે, આ છાત્રાલયની અદ્યતન સુવિધા ધરાવતી ઇમારત ઉભી કરવામાં આવેલી છે.
હાલમાં કોરોનાં ની જે મહામારી ઉભી થવા પામી છે, જેને પગલે સુરત, જિલ્લા વહીવટીતંત્રે ભરૂચ, સુરત ,તાપી, નવસારી વગેરે જિલ્લાના વિદેશથી આવતાં લોકો માટે ઉપરોક્ત છાત્રાલય ખાતે હોમકોરોન્ટાઈન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે,આજદિન સુધીમાં અંદાજે ૭૦ જેટલાં વિવિધ દેશોનાં ભારત આવેલા લોકોને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા છે, આ પ્રશ્ને ગત તારીખ ૧૨ મી નાં રોજ આ વિસ્તારનાં સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અને આગેવાનો તરફથી હોમકોર્નટાઇન સેન્ટરનો વિરોધ કરી આ સેન્ટર હટાવવાની માંગ સાથે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, છતાં આજદિન સુધી આ સેન્ટર ન હટાવવામાં આવતાં આજે તારીખ ૧૫ નાં રોજ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળના મામલતદાર મંગુભાઈ વાસવાને આવેદનપત્ર આપ્યું છે, આ આવેદનપત્ર રાજયનાં રાજ્યપાલ તથા સુરતનાં જિલ્લા કલેક્ટરને સંબોધીને તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે ઉપરોક્ત સ્થળે જે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, એ તાત્કાલિક હટાવવામાં આવે, કેમ કે વિદેશથી જે લોકો ને અહીં રાખવામાં આવી રહ્યા છે એમાંથી કોઈનો કોરોનાં વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવશે તો આ વિસ્તારને સીલ કરી દેવામાં આવશે, આ વિસ્તારની આસપાસ અનેક શેક્ષણિક સંકુલો આવેલાં છે, જેમાં પાંચ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આસપાસનાં પચાસ કરતાં વધુ ગામોની પ્રજાનો તમામ વહેવાર વાંકલ ગામ સાથે જોડાયેલો છે, અહીં દર શુક્રવારે હાથ બજાર ભરાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે, જેથી આ સેન્ટર આ વિસ્તારની પ્રજા માટે એક ભયરૂપ છે, આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર આ વિસ્તારની પ્રજાનાં સ્વાસ્થય સાથે ચેડાં કરી રહી છે, જેથી આ સેન્ટરને દૂર ખસેડવામાં આવે એવી માંગ કરવામાં આવી છે , આ પ્રશ્ને આગામી તારીખ ૧૮ મી જૂનનાં સરકારી કોલેજની સામે થી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,આ દિવસે જે પરિસ્થિતિ ઉભી થશે એની જવાબદારી સરકારી તંત્રની રહેશે. તારીખ ૨૫ મી જૂનથી આ કોલેજના વિધ્યાર્થીઓની પરીક્ષા પણ શરૂ થનાર છે, આ આવેદનપત્ર માંગરોળના મામલતદાર મંગુભાઈ એમ.વસાવાને અપવામાં આવ્યું છે, આ પ્રસંગે માજી પંચાયતમંત્રી રમણભાઇ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત, સાહબુંદીન મલેક, એડવોકેટ બાબુભાઈ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.