સુરત જિલ્લામાં ચોમાસામાં અકસ્માતની સંભાવના : પ્રિ – મુન્સુનની કામગીરી જ કરવામાં આવી નથી : જિલ્લા પંચાયત સદસ્ય દર્શન નાયકે કલેક્ટરને કરેલી રજુઆત
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરત જિલ્લામાં ચોમાસામાં અકસ્માતની સંભાવના ઉભી થવા પામી છે, કેમ કે પ્રિ – મુન્સુનની કામગીરી જ કરવામાં આવી ન હોવાનું સુરત જિલ્લા પંચાયતના સદસ્ય એડવોકેટ દર્શનભાઈ નાયકે જણાવ્યું છે સાથે જ આ પ્રશ્ને એમણે સુરતનાં જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલને લેખિતમાં ફરિયાદ કરી છે.
સુરત જિલ્લામાં ચોમાસાની મૌસમ શરૂ થઈ જવા પામી છે,તેમ છતાં હજુ સુધી જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ – પ્રશાસન દ્વારા ચોમાસાની પૂર્વતૈયારી શરૂ કરવામાં આવી ન હોવાનું એડવોકેટ દર્શન નાયકે જણાવી રજુઆત કરી છે કે અકસ્માતો થવાની સંભાવના હોવાથી સુરત જિલ્લાનાં તાલુકા અને ગામડાઓના
રસ્તાઓ પરનાં ઝાડો કાપી નાંખવા, જિલ્લાના જે તાલુકાઓમાંક્રાસ તથા વેસ્ટેજ કેનાલ ઉપર કરાયેલ દબાણો દૂર કરવા , ડી.જી.વી.સી.એલ.નાં નમી ગયેલા વીજપોલો સીધા કરવામાં આવે, જિલ્લા માં પાંચ હજારથી વધુ વસ્તુ ધરાવતા ગામોમાં કોવિડના સંદર્ભમાં સર્વે કરવામાં આવે,બી.એસ.એન.એલ.નાં લેન્ડ લાઇનના બંધ ફોનો ચાલુ કરવામાં આવે,રાજ્ય ધોરીમાર્ગ અને દાંડી માર્ગ ઉપર પડેલા ઠેર ઠેર પડેલા ગાબડાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્મારકામ કરવામાં આવે.
ઉપરોક્ત તમામ રાજુઆતોને ધ્યાને લઇ ,તાત્કાલિક અસરથી ચોમાસા દરમિયાનની પૂર્વ તૈયારી રૂપે એક ટીમ બનાવવામાં આવે અને સુરત જિલ્લાનાં તાલુકા અને ગામડાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાવી જે સ્થળે ઉણપ જણાય ત્યાં જરૂરી પગલાં ભરવામાં આવે,દરેક તાલુકા મથકો ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવા અને આ કન્ટ્રોલ રૂમનાં અને એમાં ફરજ બજાવતાં અધિકારીઓના કોન્ટેક નંબર જાહેર કરવામાં આવે એવી રજુઆત કરી છે.