ઉમરપાડામાં રૂપિયા ૧૩ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર વિવિધ માર્ગોનું ખાતમુહુર્ત મંત્રી  વસાવાના હસ્તે કરવામાં આવ્યું

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડિયા-માંગરોળ):   રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઇ વસાવાએ ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના ગામોમાં ૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ માર્ગો ના ખાતમુહુર્ત કર્યું હતું. માંગરોળ અને ઉમરપાડા ના ધારાસભ્ય અને લોક પ્રતિનિધિ ગણપતભાઈ વસાવા દ્વારા ઉમરપાડા તાલુકામાં ઠેર-ઠેર વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ઉમરડા થી જોડવાણ ગામને જોડતો રસ્તો 1 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે જેનો ખાત મુહુર્ત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ કર્યું હતું જ્યારે વડપાડા થી ઉમરડા ગામને જોડતો માર્ગ રૂપિયા 9 કરોડના ખર્ચે ડબલ માર્ગ બનશે આ માર્ગનું સેન્ટ્રલ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેનુ ખાતમુહર્ત પણ મંત્રી ગણપત વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ તેમજ અન્ય માર્ગો ડો ગરી પા રા થી ગુલી ઉ મ ર ગામે રૂપિયા ૭૦ લાખ. મોટી દેવરુપણ ગામે રૂપિયા ૫૦ લાખ અને વડપાડા થી શક્તિપુરા રૂપિયા ૪૨ લાખ. વડપાડા થી હલ ધરી માર્ગનો રૂપિયા. 30 લાખ. અને ચોખવાડા થી ખોડ આંબા સામે રૂપિયો ૨૯ લાખ અને ચોખવાડા થી દિવતણ માર્ગ ૪૦ લાખના ખર્ચે જેમાં ટ્રાયબલ સબ પ્લાન ગ્રાન્ટમાંથી બિલવાણ. બરડીપાડા. વડગામ રૂપિયા 5 લાખના. પાંચ લાખના ખર્ચે ત્રણ માર્ગ બનશે આ તમામ માર્ગનો ખાતમુહૂર્ત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમણે વિસ્તારના વિકાસ કામો ની રૂપરેખા આપી હતી અને હાલના કોરોનાવાયરસ ની મહા મારી ના ના સમયે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ તકેદારીના પગલાં લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો 10થી વધુ ગામોમાં થયેલા ખાતમુહૂર્ત ના કાર્યક્રમો દરમિયાન ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયા બેન વસાવા ઉપપ્રમુખ ગંભીર ભાઈ વસાવા. કારોબારી અધ્યક્ષ. કાંતિભાઈ પાડવી. સુરત જિલ્લા પંચાયતના માજી સમિતિના અધ્યક્ષ શાંતિલાલભાઈ વસાવા. ઉમરપાડા તાલુકાના ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા. મહામંત્રી. અમિષ ભાઈ વસાવા. મહામંત્રી અર્જુનભાઈ વસાવા. સુરત જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ વસાવા . જિલ્લા પંચાયતના સભ્યો ઈન્દુબેન વસાવા. માંગરોળ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષ ભાઈ પટેલ., માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ઓ, ઉમરપાડા તાલુકા પંચાયતના. અધિક મદદનીશ ઇજનેર નિખિલ ભાઈ પટેલ. ઉમરપાડા તાલુકાના મામલતદાર. ગામીત સાહેબ. એ ટી વી ટી ના મકવાણા સાહેબ. વાડી ના સરપંચ સપના બેન વસાવા. ચોખવાડા ના સરપંચ હરિસિંહ વસાવા . ડોગરીપાડા ના સરપંચ વીરસીંગભાઇ વસાવા . વિકાસભાઈ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *