તાપી જિલ્લામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Contact News Publisher

કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતા હેઠળ વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરાઇ

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 21: તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બારડોલી લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રી ગર્ગે વિવિધ વિભાગોને મળતી અરજીઓના ત્વરિત નિકાલ, સરકારી કર્મચારી પેન્શન કેસોના નિવારણ, પડતર ફાઈલોનો ઝડપી નિકાલ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રગતિ હેઠળના તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

ચર્ચા દરમિયાન જુના અને જર્જરિત બાંધકામો તાત્કાલિક દૂર કરવા, કચેરીઓને ફાળવાયેલા બિનઉપયોગી વાહનોનો નિકાલ કરવા તથા સેવા સેતુ 2.0 માટે ચાલી રહેલા સર્વેની કામગીરી ઝડપી બનાવી સો ટકા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં પ્રસરતા નેગેટિવ ન્યૂઝના અહેવાલોને ધ્યાનમાં લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ હતી.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ રોડ સેફટી મુદ્દે ચર્ચા કરતા જણાવ્યું હતું કે મુખ્ય તથા આંતરિક માર્ગો પર રાત્રિના સમયે રિફલેક્ટર વગરના જૂના વાહનોના કારણે અકસ્માતોની સંભાવના વધે છે. તેથી આવા વાહનો પર રિફલેક્ટર લગાવવા ભાર મૂક્યો હતો. ઉપરાંત શાળા અને કોલેજોમાં રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારો યોજવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *