વન વિભાગની ટીમે સાલેયા ગામે રેડ કરતાં લાકડાં અને રંડામશીન સાથે એસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરતનાં નાયબ વન સંરક્ષક પુનીત નયરને મળેલી ખાનગી બાતમીના આધારે મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડા નાં માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમોએ મળેલ બાતમીવાળા સ્થળે રેડ કરતાં રેડને સફળતા મળી છે.
વન વિભાગની ટીમોમાં રેંજ ફોરેસ્ટર ઉપેન્દ્ર રાઉલજી, કમલેશ ચૌધરી,રાઉન્ડ ફોરેસ્ટર પ્રકાશ દેસાઈ,ઉષાબેન ચૌધરી અને રોજમદારોની ટીમોએ બાતમીવાળા સાલેયા ગામે અનિલભાઈ વસંતભાઈ ચૌધરીનાં ઘરે રેડ કરતાં હાથ ઘડતરીનાં સાગી ચોરસા અને રંડા મશીન મળી આવ્યા હતા,જે બિનપરવાનગીએ રાખી ફર્નિચર બનાવવાનો ગુનો કરેલ હોય, લાકડાં અને રંડામશીન સાથે કુલ એસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.