માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે આવેલી સરકારી છાત્રાલયની ઇમારતનો કોરોન્ટાઇન સ્થળ તરીકે ઉપયોગ કરવામાં આવનાર છે એ સામે વિરોધ, આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ ) ખાતે સરકારી વિનીયન, વાણિજય અને સાયન્સ કોલેજો આવેલી છે, અને આ કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ નાં રહેવા માટે સરકાર તરફથી અદ્યતન ઇમારતો ઉભી કરવામાં આવેલી છે.
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાં ની મહામારી ચાલી રહી છે, ત્યારે ઉપરોક્ત ઇમારતોનો કોરોન્ટાઇન સારવાર સ્થળ તરીકે ઉપયોગ કરવામાં લેવામાં આસુરત, છે જેની સામે આ વિસ્તારનાં સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તથા આગેવાનોએ વિરોધ કરવામાં આવ્યો છે અને આ પ્રશ્ને આજે તારીખ ૧૨ મી જૂનનાં માંગરોળના મામલતદાર મંગુભાઈ વસાવાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, સુરતનાં જિલ્લા કલેકટરને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે કોરોન્સ વાયરસની મહામારી ભારતમાં ચરમસીમા પર સંક્રમીત થઈ છે.તેમાં સમગ્ર ગુજરાત સહીત સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ રોગ દિવસે દિવસે વધુ ફેલાઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતનાં સુરત, ભરૂચ અને વલસાડ વગેરે જિલ્લાના કોરોનાંનાં સંક્રમીત થયેલાં દર્દીઓની સારવાર માટે ઉપરોક્ત છાત્રાલયની ઇમારત લેવાનું આયોજન કર્યું છે,જેનો આવેદનપત્ર આપનારાઓ સખ્ત વિરોધ કરે છે, આ વિસ્તારમાં મોટાભાગના ગામડાઓમાં આદિવાસી પ્રજા રહે છે અને આ વિસ્તારમાં હજુ કોરોનાં વાયરસ પ્રસરેલ નથી, આ વિસ્તાર લાંબા લોકડાઉનને લઈ બરબાદ થઈ ગયો છે, છતાં સવાસ્થય જાળવી રાખેલું છે, જયાં આ રોગ જ નથી તેવા વિસ્તારમાં આ સ્થળ ખાતે આ સારવાર સેન્ટર ઉભું કરી, આ વિસ્તારમાં કોરોનાં ફેલાવવાનું ખૂબ મોટુ જોખમ છે, આ સ્થળને કોરોનાં વાયરસનું કેન્દ્ર બનાવવામાં આવશે તો તે સામે અમારો સખ્ત વિરોધ છે અને આ માટે આ વિસ્તારના લોકો જલ્દ આંદોલન કરશે એમ આવેદનપત્રનાં અંતમાં જણાવાયું છે. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી,સામજીભાઈ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત, બાબુભાઇ ચૌધરી સહીત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.