સાયણ પ્રિમિયર લીગ સેશન-૩ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઓલરાઉન્ડર દેખાવ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉનમાં રહેતાં અને મૂળ માંગરોળનાં લીમોદરા ગામનાં વતની એવાં પ્રિન્સ પટેલે ઓલરાઉન્ડર દેખાવ કરી સૌનાં દિલ જીતી લીધાં. તાજેતરમાં સાયણ પ્રિમિયર લીગ સેશન-૩ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમે ભાગ લીધો હતો, જેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અબરાર ટ્રેડિંગ એન્ડ પરિચય ફૂટવેર અને સાયણ સોલ્જર વચ્ચે રમાઈ હતી. સાયણ સોલ્જેરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પ્રસંદ કરી હતી. અબરાર ટ્રેડિંગ એન્ડ પરિચય ફૂટવેર ઇલેવને ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતાં, જેમાં હાર્દિક પટેલે ૩૯ બોલમાં ૭૭ રન જ્યારે કેપ્ટન પ્રિન્સ પટેલે ૩૫ બોલમાં ૪૯ રન બનાવ્યા હતાં. બીજા દાવમાં સાયણ સોલ્જર ૨૦ ઓવરમાં ૧૬૩ રન ૯ વિકેટે બનાવ્યા હતાં, જેમાં સૌરભે ૫૧ બોલમાં ૭૮ રન બનાવ્યા હતાં. પ્રિન્સ પટેલે સાયણ સોલ્જરની ૪ વિકેટ ઝડપી પોતાની ટીમને ૧૪ રનથી જીતાડી મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ હાંસલ કર્યો હતો. ટુર્નામેન્ટમાં હાર્દિક પટેલ ૨૧૨ રન અને ૭ કેચ પકડી બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર બન્યા હતાં. આયોજકોએ વિજેતા ટીમને રૂપિયા ૨૧૦૦૦ નો રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
