૨૫ ફેબ્રુઆરી તાલુકા અને ૨૬ ફેબ્રુઆરી ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : :05. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં ફેબ્રુઆરી -૨૦૨૬નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૫ ફેબ્રુઆરી,બુધવાર વિવિધ મામલતદાર કચરીઓ ખાતે જયારે ફેબ્રુઆરી માસ-૨૦૨૬ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬.૦૨.૨૦૨૬ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
જેમાં ૨૫ મી ફેબ્રુઆરી ના રોજ, કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ડોલવણ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉકાઈ ખાતે, પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, નાયબ કલેક્ટર-૧ વ્યારાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે,પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
