સોનગઢ અને ઉકાઈના શિક્ષકો દ્વારા સી.ઓ.ઈ. કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈની મુલાકાત લેવાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ અને ઉકાઈ તાલુકાના કુલ ૧૦૦ જેટલા શિક્ષકો દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એકવાકલ્ચર કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈની મુલાકાત લેવામાં આવી.

સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એકવાકલ્ચર કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર પર સોનગઢ અને ઉકાઈ તાલુકાના કુલ ૧૦૦ જેટલા શિક્ષકો (૬ થી ૮ ધોરણના) પૂર્વ વ્યવસાયિક શિક્ષણ શિક્ષક તાલીમ મોડ્યુલ (મિડલ સ્ટેજ) (૧૦ BAGLESS DAYS) ની તાલીમ અંતર્ગત મુલાકાત લેવામાં આવેલ હતી. મુલાકાત દરમ્યાન શિક્ષકોને સુશોભન માછલીઘર, બોટ મ્યુઝિયમ, ફિશ મ્યુઝિયમ વગેરે નિહાળ્યાં. ડો. સ્મિત લેન્ડે હેડ, સીઓઈ ઉકાઈ દ્વારા શિક્ષકોને જલીય જીવન ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *