ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સોનગઢ ખાતે બાલ સપ્તાહ નિમિત્તે સફાઈ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી શ્રી અને મહામંત્રીશ્રી ના આદેશ અનુસાર તા.31/12/2025 બુધવારે નૂતન વિદ્યામંદિર સોનગઢ ખાતે બાલ સપ્તાહ નિમિત્તે સફાઈ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગંગા સમગ્ર તાપી પ્રાંત, નૂતન વિદ્યામંદિર, નગર પાલિકા સોનગઢ, ડી.જી.વી.સી.એલ. સોનગઢ અને માનવતા જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો.

ગંગા સમગ્ર તાપી પ્રાંતના સ્વાસ્થ્ય આયામ અધ્યક્ષ શ્રી જગન્નાથ ગાગરેજી એ નૂતન વિદ્યામંદિર ના મુખ્ય ટ્રસ્ટ્રી શ્રી સુધીર શ્રોફ સાહેબનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સોનગઢ નગર પાલિકાના આરોગ્ય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ભાવસાર ની વિશેષ ઉપસ્થિતીમાં ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ દ્વારા સફાઈની જીવનમાં અનિવાર્યતા અને પર્યાવરણની વિશેષ જાળવણી અને કાળજી લેવા માટે માર્ગદર્શન આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના માજી મંત્રી અને સોનગઢ નગર પાલિકાના આકારણી અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરીએ વિધાર્થીઓને પ્લાસ્ટિકના ગેરફાયદા અને નુકશાન માટે જાગૃત રહી જીવનમાં પ્લાસ્ટીકનો નહીવત ઉપયોગ કરવા પર ભાર આપ્યો હતો. જળ સંચય અને પાણીના સંગ્રહસ્થાનોની સ્વચ્છતા, સફાઈ પર ધ્યાન દોર્યું હતું. સંચાર આયામ મહામંત્રી શ્રી ઉત્કર્ષ શેલકર સાથે વિધાર્થીઓને સફાઈ માટે જાગૃત કરવા સફાઈની પ્રવૃતિ દ્વારા સામાજિક સંદેશો આપવામાં આવ્યો હતો.

નૂતન વિદ્યામંદિરના ટ્રસ્ટ્રી શ્રીઓ સાથે કોફી સાથે ચર્ચા વિચારણા કરી વિચારોની આપલે કરાઈ હતી. શ્રીમતિ શિલ્પા શ્રોફ મેડમનું સ્વાગત પ્રીન્સીપાલ મેડમ દ્વારા કરાયુ હતું. શ્રીમતિ શિલ્પા શ્રોફ મેડમે ગંગા સમગ્ર સંસ્થા પ્રત્યે પોતાના મનોગત વ્યક્ત કર્યા હતાં. નૂતન વિદ્યામંદિર ના પ્રિન્સિપાલ મેડમે સફાઈ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ની પ્રસંશનીય કામગીરીને વધાવી પ્રતિનિધિઓનું મનોબળ વધુ મજબૂત કર્યું હતું. ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ શ્રી સુદામભાઈ સાટોટેએ ટ્રસ્ટીશ્રી ઓનાં આદરભાવને શિરોમાન્ય ધરી વિધાર્થી મિત્રો,શિક્ષકગણ, કર્મચારીઓનો ઋણ સ્વીકાર કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *