નિઝર /કુકરમુંડા તાલુકામાં બોગસ તબિબોનો રાફડો : તપાસની માંગ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકા અને કુકરમુંડા તાલુકામાં રજીસ્ટ્રેશન વગર દવાખાનું ખોલીને બેસેલા તબિબોની તપાસ કરવામાં આવે એવી માંગ સાથે બી.ટી.એસ. પ્રમુખ નિઝર તાલુકા અને કુકરમુંડા તાલુકાના સમીરભાઈ નાઈકે તારીખ: ૯/૬/૨૦૨૦ના રોજ મામલતદાર નિઝર, પી.એસ.આઈ. નિઝર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી નિઝર, મામલતદાર કુકરમુંડા, જિલ્લા કલેકટર તાપી, જિલ્લા પોલીસ વડા સાહેબશ્રી તાપી, મુખ્ય આરોગ્ય અધિકારી તાપીને આવેદનપત્ર આપ્યું હતું.
કુકરમુંડા તાલુકાના મોરંબા ગામમાં બે દિવસ અગાઉ એક ઘટના બની હતી. મોરંબા ગામે સારવાર લેવા ગયેલી એક મહિલા પર મહારાષ્ટ્રના એક ડોકટરે પોતાની કિલનિકમાં બળજબરી બળાત્કાર કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિઝર/કુકરમુંડા તાલુકાના ગામોમાં બહારથી આવેલા ડોકટરો પ્રાઇવેટ કિલનિક ખોલીને બેસી રહે છે. જે પ્રાઇવેટ કિલનિકની બહાર રજીસ્ટેશન નંબર વાળો બોર્ડ પણ લગાવતા નથી ? એવુ લાગે છે કે પ્રાઇવેટ કિલનિક વાળા પાસે બોગસ રજીસ્ટેશન નંબર હોય શકે ? નિઝર /કુકરમુંડા તાલુકામાં બોગસ ડોકટરો કાર્યરથ છે. અને ભોળી આદિવાસી પ્રજાના સ્વાસ્થ સાથે ખિલવાડ કરી રહયા છે. મોરંબા ગામે બનેલી ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવે અને રાજેન્દ્ર નામના ડોક્ટર ખરેખર બોગસ છે. આ ડોકટરે અગાઉ પણ મહિલાઓ સાથે આવા જ કિસ્સાઓ કર્યા છે. નિઝર /કુકરમુંડા તાલુકામાં પોતાની પ્રાઇવેટ કિલનિક ખોલીને બેસેલા ડોક્ટરોની તટસ્થ તપાસ કરવામાં આવે અને બહારથી આવેલા જેમ કે મહારાષ્ટ્ર, બંગલા તરફથી ડોકટરો ગુજરાતમાં આવે છે. તેવા ડોક્ટરો પાસેથી ગુજરાતનું રજીસ્ટેશન કરાવ્યું હોય તો રજીસ્ટેશન નંબર સાથે તપાસ કરવામાં આવે. પ્રાઇવેટ કિલનિક વાળા ડોકટરો કિલનિકની બહાર રજીસ્ટેશન નંબરવાળો બોર્ડ કેમ લગાવતા નથી ? નિઝર /કુકરમુંડા તાલુકામાં ખાનગી કિલનિક ચલાવનારા ડોક્ટરોની તટસ્થ તપાસ થાય અને રજીસ્ટેશન નંબર વગર હોય તો તેવા ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી કોઈ બેકસૂર મહિલાઓ સાથે આવી ધૃણાસ્પદ હરકત ફરી ના બની શકે ? એવી માંગો સાથે બી.ટી.એસ. નિઝર /કુકરમુંડાના પ્રમુખ સમીરભાઈ નાઈકે આવેદનપત્ર આપ્યું છે.