માંગરોળ વિસ્તારનાં સાંસદ પ્રભુદાસ વસાવાએ પોતાનાં મતવિસ્તાર માટે માર્ગોના કામો માટે ૩૬ લાખ, ૩૮ હજાર રૂપિયા મજુર કરાવ્યા

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ વિભાગનાં સાંસદ પ્રભુદાસ વસાવાએ પોતાનાં મતવિસ્તાર માટે માર્ગો બનાવવા માટે સરકારમાં રજુઆત કરી ૩૬ કરોડ ૩૮ લાખ રૂપિયા મંજુર કરાવ્યા છે.

સાંસદ પ્રભુદાસ વસાવાએ રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગમાં વિવિધ માર્ગો બનાવવા માટે રજુઆત કરી હતી, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે  ૩૬ કરોડ,૩૮ લાખ રૂપિયા મજુર કર્યા છે,પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના – ૩ હેઠળ માંગરોળ તાલુકાનો લીડીયાત થી ઘૂંટી માર્ગ માટે ૧૦૬૩.૨૬ લાખ, વ્યારા તાલુકાનાં વડકુઈ થી નાનીચેર માર્ગ માટે ૪૩૬.૫૭ લાખ,ગડત થી ધામણદેવી માર્ગ માટે ૫૦૯.૫૯ લાખ, કામરેજ તાલુકાનાં ઓરણા થી વાવ માર્ગ માટે ૧૧૦૦.૧૯ લાખ, મહુવા તાલુકાના કધેયા એપ્રોચ માર્ગ માટે ૨૫૩.૦૫ લાખ રૂપિયા મળી કુલ ૩૬ કરોડ, ૩૮ લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે,આ માર્ગો મંજુર સાંસદ સભ્યશ્રી એ મંજુર કરાવતા ઉપરોક્ત વિસ્તારની પ્રજા એ આભાર વ્યક્ત કર્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *