MY BHARAT, (મેરા યુવા ભારત) તાપી, દ્વારા બ્લોક લેવલનો સ્પોર્ટ્સ ડે નિઝર ખાતે યોજાયો
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજ રોજ સરદાર વલ્લભભાઈ વિદ્યાલય નિઝર, જિ. તાપી ખાતે ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત MY BHARAT કાર્યક્રમ હેઠળ બ્લોક લેવલનો સ્પોર્ટ્સ ડે યોજાયો, જેમાં કબડ્ડી, ખોખો, લાંબીકુદ, દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું. અંદાજે 170 થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.
ખોખોમાં બે ટીમ વચ્ચે સ્પર્ધા યોજાઈ તેમાં ટીમ-શ્રી ખોખોમાં અને ટીમ-સરદાર કબડ્ડીમાં વિજેતા રહી. ઉપરાંત લાંબીકુદમાં પ્રથમ ક્રમ નિધીબેન મિથુનભાઈ વસાવા અને દ્વિતીય ક્રમે દિવ્યા વસંતભાઈ વળવી રહ્યા. લાંબીકૂદમાં ભાઈઓના ગ્રુપમાં પ્રથમક્રમે વસાવા કરણ મોહનભાઈ અને બીજા ક્રમે વસાવા અહેમ તાપસીભાઇ વિજેતા બન્યા. 100 મીટર દોડમાં પાડવી નિલેશ પુનમસિંગ પ્રથમ ક્રમ, ગામીત હર્ષકુમાર કાંતિલાલ દ્વિતીય ક્રમ તેમજ બહેનોમાં વળવી આરાધના રવિલાલ પ્રથમ ક્રમ અને ગામીત ગાવીત અક્ષરા શિવલાલ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો.
MY BHARAT ના બ્લોક કોર્ડીનેટર શ્રી વરૂણ રાજપુત અને નાયબ નિયામક શ્રી સચિન શર્માનું માર્ગદર્શન આ કાર્ય હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના આ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત ઉઠાવી. વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડો. કાશીનાથભાઇ પટેલ, પંકજભાઇ પટેલ, દ્વારકાબા વિદ્યાલયના ચેરમેનશ્રી વિશ્વેષભાઇ પટેલ ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી કિરણભાઇએ સૌ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને ઉજ્જ્વળ ભાવીની કામના કરી, કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનોએ કરેલું કર્યું. શાળાના પીટી શિક્ષક સુરેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. કાર્યક્રમ ખુબજ ઉત્સાહ પુર્વક પાર પાડયો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
