આવતી કાલે હથોડા ગામે રક્તદાન શિબિરનું કરાયેલું આયોજન
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવતી કાલે તારીખ ૭ જૂન, રવિવારના દિવસે, સવારે ૯ થી બોપોરે ૧ વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન સરદાર પટેલ બ્લડ બેંકનાં સહકારથી ગામનાં યુવકો અને આગેવાનો દ્વારા,પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે.
છેલ્લા સીત્તેર દિવસથી સમગ્ર રાજ્યમાં કોરોનાં વાયરસની જે મહામારી ઉભી થઇ છે, અને સાથે જ લોકડાઉન જાહેર કરવામાં આવતાં બ્લડ ડોનેશન કેમ્પો યોજાઇ શક્યા નથી, વળી આ મહામારીનાં સમય દરમિયાન બ્લડ ની વધુ જરૂરત પણ ઉભી થવા પામી હતી, જેને પગલે મોટાભાગની બ્લડ બેંકોમાં બ્લડનો ખૂબ ઓછો જથ્થો હાલમાં રહ્યો છે, ત્યારે હથોડા ગામના ડો.બિલાલ હિદાયત,મોહમદ ચક્કીવાળા, આલમ આરફ,મોહમદ આઝમ,કુતુબુંદીન હાફેજી, નઝીમ પઠાણ, ઇઝાઝ મીરઝા, શફીક મીરઝા વગેરેઓએ આ શિબિરનું આયોજન કર્યું છે.