વરસાદી પાણી વેસ્ટેજ ન જાય એ માટે તાલુકાની પાંચ શાળાઓ ખાતે બોર રીચાર્જ સીસ્ટમ ગોઠવવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આગામી થોડા સમયમાં ચોમાસાની મોસમનો પ્રારંભ થનાર છે, આ ઋતુનું વરસાદી પાણી વેસ્ટેજ ન જાય એ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી સરકાર દ્વારા વરસાદી પાણીને પાણીનાં બોર કે કૂવામાં નાખવામાં આવે તો બોર અને કુવા રીચાર્જ થઈ શકે છે.
સરકાર તરફથી તાજેતરમાં માંગરોળ તાલુકામાં કાર્યરત સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત પાંચ જેટલી શાળાઓની પસંદગી કરી આ શાળાઓ ખાતે બોર રીચાર્જ સીસ્ટમ ગોઠવવામાં આવી છે, માંગરોળ તાલુકાની મોસાલી, હરસળી, ઘૂંટી, પાણેથા, કઠવાડા ગામોની શાળાઓનો સમાવેશ થાય છે, આ શાળાઓ ખાતે આ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેનાથી બોર રીચાર્જ થાય છે અને ઉનાળાની મોસમમાં પણ બોર કે કૂવામાં પાણીનો સ્ત્રોત જળવાઈ રહે જેથી ઉનાળાની મોસમમાં પીવાનાં પાણીનો વિકટ પ્રશ્ન ઉભો ન થાય, આ સિસ્ટમ ગોઠવ્યા બાદ એનાં પરિણામો ખૂબ જ સારા આવ્યા છે.