કરંજ ગામે એક મહિલાનો રીપોર્ટ કોરોનાં પોઝીટીવ આવતાં, સારવાર માટે બારડોલી ખસેડાયા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : કરંજ ગામે એક મહીલાનો રીપોર્ટ કોરોનાં વાઇરસ પોઝીટીવ આવતાં આ મહીલાને વધુ સારવાર માટે બારડોલી ખાતે માલિબા કોલેજ ખાતે ઉભા કરાયેલ સારવાર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવી છે.
ગત તારીખ ૨૩ મી મે નાં રોજ આ મહીલા છોટાઉદેપુરથી આવી હતી,ગઈકાલે તારીખ ૫ મી જૂનનાં આ મહીલાને ખાંસી, ઉલ્ટી અને શરીરનો દુઃખાવો થતાં એને નજીકમાં આવેલ તડકેશ્વર ખાતેના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા,જ્યાં એમનાં બ્લડનાં સેમ્પલો લઈ સુરત, સીવીલ હોસ્પિટલ ખાતે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રીપોર્ટ આજે આવતાં આ રીપોર્ટ કોરોનાં વાઇરસ પોઝીટીવ આવતાં આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઑફિસર ડો.ભાવિકભાઈ કણસાકરાએ આ મહીલાને સારવાર માટે બારડોલી ખાતે માલિબા કોલેજ ખાતે ઉભા કરવામાં આવેલા સારવાર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે એનાં પતિ અને એક બાળકને ઘરમાં હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.