ઉમરપાડાના કોરોના પોઝિટિવ દર્દીઓના ગામની ગણપત વસાવાએ મુલાકાત લીધી

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડિયા-માંગરોળ) :ઉમરપાડા તાલુકા માંથી છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાવાયરસ ના પાંચ જેટલા પોઝિટિવ દર્દીઓ મળી આવતાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ અને આરોગ્ય વિભાગની ટીમ સાથે ઉપરોક્ત ચાર ગામોની મુલાકાત લઇ સાબુ અને માસ્કનું વિતરણ કર્યું હતું.. તાલુકાના વડપાડા ચાવડા બિલવાણ અને મૌલી પાડા ગામેથી કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ મળી આવતા હાલ આ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે ઉપરોક્ત ચાર ગામોની મુલાકાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખભાઈ ચૌધરી અને સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ પાનવાલા સહિતના આગેવાનો એ ઉપરોક્ત ગામોની મુલાકાત લીધી હતી આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા ગ્રામજનોને કોરોનાવાયરસ કઈ રીતે બચી શકાય તકેદારીના શું શું પગલા લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન ગ્રામજનોને આપવામાં આવ્યો હતો સાથે મંત્રીશ્રી દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ અધિકારીઓ સાથે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અને સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ પાનવાળા દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતી સાથે ઉપરોક્ત ચાર ગામમાં લોકોને માસ્ક અને સાબુનો વિતરણ મંત્રી શ્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું ઉપરોક્ત મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો ઉમરપાડા તાલુકાના ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા. મહામંત્રી અમિષ ભાઈ વસાવા. મહામંત્રી અર્જુનભાઈ વસાવા. રાજુભાઈ વસાવા અને માજી સુરત જિલ્લા સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *